ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ઠંડીથી ઠૂંઠવાશો, ઉત્તર ભારતના રાજ્યોમાં કરા સાથે વરસાદની સંભાવના
નવીદિલ્હી, ભારતીય હવામાન વિભાગ મુજબ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં ૨થી ૪ ફેબ્રુઆરી દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
આગામી ૪૮ કલાક દરમિયાન પંજાબ, હરિયાણામાં ઠંડીની લહેર જેવી સ્થિતિ પ્રવર્તશે અને તે પછી ઠંડી ઓછી થવાની સંભાવના છે. ૈંસ્ડ્ઢએ કહ્યું કે ૨ ફેબ્રુઆરીએ પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં છૂટાછવાયા હળવા વરસાદની સંભાવના છે. આ સાથે જ ૩ અને ૪ ફેબ્રુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી તેમજ ઉત્તર પ્રદેશમાં હળવા કે મધ્યમ વરસાદની શક્યતા છે.
આ સિવાય ૩ ફેબ્રુઆરીએ વરસાદની તીવ્રતા વધુ રહેશે આઇએમડીએ કહ્યું કે આગામી ૨ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો થવાની સંભાવના છે અને ત્યારબાદ ૩થી ૫ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે હિમાચલ પ્રદેશમાં ૨ અને ૩ ફેબ્રુઆરીએ જ્યારે ઉત્તરાખંડના અલગ-અલગ વિસ્તારોમાં ૪ ફેબ્રુઆરીએ કરા પડવાની શક્યતા છે. તાજા સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચક્રવાતી પરિબળોને કારણે વરસાદ થવાની સંભાવના છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૭ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ ૨૦.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ દરમિયાન દિલ્હીના રહેવાસીઓને પ્રદૂષિત હવા શ્વાસમાં લેવાની ફરજ પડી હતી કારણ કે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ નીચો ગયો હતો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સંકળાયેલા નીચા સ્તરના પશ્ચિમી પવનો અને બંગાળની ખાડીમાંથી નીચલા સ્તરથી આવતી દક્ષિણપૂર્વીય હવાઓના સંગમને કારણે બિહાર, ઝારખંડમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ખૂબ જ વ્યાપક અથવા મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. ૩-૪ ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળ, જ્યારે સિક્કિમ અને ઓડિશામાં ૪ ફેબ્રુઆરીએ વિવિધ વિસ્તારોમાં કરા પડવાની સંભાવના છે.HS