ફેમસ પોર્ન સ્ટારની લાશ રસ્તા પર મળી આવી, શરીર પર ગોળીઓના નિશાન
નવીદિલ્હી: પોર્ન ઇન્ડસ્ટ્રીની ચર્ચિત સ્ટાર ડાહલિયા સ્કાઇની સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થયુ છે. એક કારમાંથી ૩૧ વર્ષીય પોર્નસ્ટારની લાશ મળી આવી છે.પોલીસ અધિકારીઓના કહ્યાં અનુસાર, પોર્નસ્ટારના શરીર પર બંદૂકની ગોળીએના નિશાન હતા. એવી આશંકા જતાવવામાં આવી રહી છે કે ડાહલિયાએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હશે. જાે કે કોઇ કારણ સામે આવ્યું નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ૩૦ જૂને સ્કાઇની લાશ મળી આવી હતી અને હાલમાં આત્મહત્યાના એન્ગલથી તપાસ થઇ રહી છે. અત્યાર સુધી એવા કોઇ પુરાવા નથી મળ્યા જેનાથી સાબિત થાય કે આ હત્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, સ્કાઇ બ્રેસ્ટ કેન્સર જેવી ઘાતક બીમારીથી લડી રહી હતી. હાલમાં તે ડિપ્રેશનનો શિકાર થઇ હતી. બીમારી દરમિયાન તેણે મિડીયા સાથે વાત પણ કરી હતી.
સ્કાઇએ છેલ્લીવાર ૨૨ જાન્યુઆરીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જેના પર યુઝર્સ ખુબ કોમેન્ટ કરી રહ્યાં છે. યુઝર્સે તેની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યાં છે કે ભગવાન તારી આત્માને શાંતિ આપે રાજકુમારી. તો કેટલાક ફેન્સ માની નથી રહ્યાં કે સ્કાઇ હવે આ દુનિયામાં નથી રહી. પોતાના કરિયર દરમિયાન સ્કાઇએ ૬૦૦થી વધુ એડલ્ટ ફિલ્મમાં કામ કર્યુ હતુ. તેને ફીમેલ પફોર્મર ઓફ ધ યરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.