Western Times News

Gujarati News

ફેમસ બ્રાન્ડના ડૂપ્લિકેટ કપડા વેચવાનું મોટું કૌભાંડ ઝડપાયું

Files Photo

વલસાડ: વલસાડ શહેરમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા રામવાડી વિસ્તારમાં આવેલ એક હોલસેલ વેપારીની દુકાનમાં રેડ પાડવામાં આવી હતી. અંકિત એન્ટરપાઈઝ નામની દુકાનમાં ૪ નામચીન કંપનીના ૩૪૬૩ નંગ ડુપ્લીકેટ કપડાઓ વેચતા હોવાની માહિતી મળતા ક્રાઇબ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૨૭.૯૦ લાખનો માલ જપ્ત કરાયો છે. તેમજ બે દુકાન સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. મોડી રાત સુધી ક્રાઈમ બ્રાન્ચની તપાસ ચાલી હતી.

વલસાડ શહેરના રામવાડી વિસ્તારમાં આવેલા અંકિત એમ્પોરિયમ નામની દુકાનમાં ડુપ્લીકેટ બ્રાન્ડેડ ટ્રેક અને ટીશર્ટનું વેચાણ કરતા કંપનીના અધિકારીઓ અને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. ૩૪૬૩ નંગ કપડાં, જેની કિંમત ૨૭.૯૦ લાખનો કપડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. દિલ્હી નાઇકી સહિત અલગ અલગ બ્રાન્ડના સપોસ્ટ કપડાંનું વેચાણ કરતી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડાંનું વલસાડના રામવાડી વિસ્તારમાં મોટા પાયે વેચાણ કરી રહ્યા હોવાની કંપનીના અધિકારીઓને બાતમી મળી હતી.

જેના આધારે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની ટીમની સાથે કંપનીના અધિકારીઓએ વલસાડના રામવાડી વિસ્તારમાં આવેલા પંચવટી એપાર્ટમેન્ટમાં આવેલી અંકિત એમ્પોરિયમ નામની દુકાનમાં મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ૩૪૬૩ કપડાં, ૨ મોબાઈલ અને ૩૩,૨૭૦ રોકડા મળી કુલ ૨૭.૯૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ અંકિત એમ્પોરિયમના સંચાલક અભિષેક ખંડોર અને અંકિત ખંડોરની ધરપકડ કરી હતી.

વલસાડના રામવાડી વિસ્તારમાં આવેલી અંકિત એમ્પોરિયમ નામની દુકાનમાં નાઇકી સહિતના અલગ અલગ બ્રાન્ડના લોગોનો ઉપયોગ કરીને સ્પોર્ટના ટીશર્ટ અને ટ્રેકનું હોલસેલમાં અને છૂટક વેચાણ ઘણા સમયથી કરી રહ્યા હોવાની કંપનીના અધિકારીઓને બાતમી મળી હતી. જેને લઈને કંપનીના અધિકારીઓ અને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની ટીમની અંકિત એમ્પોરિયમ નામની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં દુકાન અને ગોડાઉનમાંથી અલગ અલગ બ્રાન્ડના લોગો સાથેના કપડાં મળી આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.