ફેરબદલ બાદ ઉત્તરાખંડ કોંગ્રેસમાં વિરોધ
પૂર્વ ધારાસભ્ય નવપ્રભાતે મેનિફેસ્ટો અધ્યક્ષ પદનો અસ્વીકાર કર્યો
(હિ.મી.એ),દહેરાદુન, આગામી વિધાનસભા ચુંટણીને જાેતા કોંગ્રેસ હાઇકમાન્ડે ઉત્તરાખંડ કોંગ્રેસમાં મોટા ચુંટણી ફેરબદલ કરી બધાને ખુશ કરવાનો પુરો પ્રયાસ કર્યો પરંતુ આમ છતાં વિરોધના સુર ઉઠી રહ્યાં છે. Former #Uttarakhand Minister Navprabhat, who was a contender for the state Congress chief’s post, has decided not to be part of any committees announced by the party.
પહેલા ધારચુલા બેઠકના ધારાસભ્ય હરીશ ધામી દ્વારા ચુંટણી સમિતિની કેટલીક નવી નિયુક્તિ પર સવાલ ઉઠાવતા પાર્ટી છોડવાની ધમકી આપવાની ચર્ચા હતી હવે કોંગ્રેસી નેતા હરીશ ધામી બાદ વિકાસનગરના પૂર્વ ધારાસભ્ય નવપ્રભાતે પણ આ ફેરબદલનો વિરોધ વ્યકત કર્યો છે. નવ પ્રભાતને ઉત્તરાખંડ પ્રદેશ કોંગ્રેસ મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
પરંતુ તેમની નારાજગી યથાવત રહી છે. નવપ્રભાતે કહ્યું હતું કે જયારે ચુંટણી કોઇ ચહેરાને સામે રાખી લડવાની છે તો મેનિફેસ્ટો બનાવવાની જવાબદારી પણ તેના ખભા પર જ હોવી જાેઇએ તેમણે મેનિફેસ્ટો કમિટીનું અધ્યક્ષ પદ અસ્વીકાર કરવા સંબંધમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓને માહિતગાર કરી દીધા છે.
જયારે ધારચુલાના ધારાસભ્ય હરીશ ધામીએ કહ્યું કે મારે કોઇથી નારાજગી નથી અને ન તો મેં પાર્ટી છોડનારૂ નિવેદન આપ્યું છે અમે જે માંગ્યું હતું તે અમને મળી ગયું છે. અમે ૨૦૨૨ હું હરીશ રાવતના ચહેરાની સાથે ચુંટણી મેદાનમાં ઉતરવા માંગતો હતો.
અધ્યક્ષ પદ પર કોઇ બ્રાહ્મણ નેતાની નિયુક્તિની સાથે વિરોધ પક્ષના નેતા પ્રીતમ સિંહને બનાવવાની માંગ કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે કેટલાક પદો પર જરૂર એવા લોકોની નિયુક્તિ કરી દેવામાં આવી છે જે કરવી જાેઇતી ન હતી તેને લઇ પાર્ટી કાર્યકર્તાઓની વચ્ચે જરૂર નારાજગી છે.
ઉત્તરાખંડ કોંગ્રેસના નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ ગણેશ ગોદિયાલે રાહુલ ગાંધીની મુલાકાત કરી હતી રાહુલ ગાંધીએ ગણેશ ગોદિયાલને શુભકામના પાઠવી હતી. અનેક બેઠકો બાદ આખરે કોંગ્રેસ હાઇકમાડે ૨૦૨૨ની વિધાનસભા ચુંટણી અભિયાન માટે પોતાની સેનાની જાહેરાત કરી હતી.
કોંગ્રેસ હાઇકમાન્ડે પંજાબ કોંગ્રેસના એક પ્રદેશ અધ્યક્ષ અને ચાર કાર્યકારી અધ્યક્ષ બનાવવાની ફોમ્ર્યુલાને ઉત્તારખંડમાં લાગુ કરી છે.ગણેશ ગોદિયાલને પ્રદેશ અધ્ક્ષ બનાવી હરીશ રાવતને ખુશ કરવામાં આવ્યા છે તો કુમાઉથી ભવન કાપડી અને તિલક રાજ બેહડને કાર્યકારી અધ્યક્ષ બનાવી કોંગ્રેસ અધ્યક્ષ પદેથી વિદાય થયેલ પ્રીતમ સિંહને સંતુષ્ઠ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગઢવાલના પૂર્વ ધારાસભ્ય પ્રો જીત રામને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા તો રંજીત રાવને પણ આ મહત્વપૂર્ણ જવાબદારી મળી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કિશોર ઉપાધ્યાય કોંગ્રેસ સમન્વય સમિતિનું સુકાન સંભાળશે આ રીતે નવપ્રભાત પ્રદીપ ટમ્ટા વિરોધ પક્ષના નેતા સ્વ ઇદિરા હ્દયયેશના પુત્ર સુમિતને પણ મહત્વ આપવામાં આવ્યું છે.