ફેવિકોલે સેનાનાં જવાનો માટે બે લાખથી વધારે રાખડીઓ બનાવવા NAB અને શાળાનાં વિદ્યાર્થીઓ સાથે જોડાણ કર્યું
મુંબઈ, 14 ઓગસ્ટ, 2019: પીડિલાઇટનું ઇનોવેટિવ ક્રાફ્ટિંગ ગ્લુ ફેવિકોલ A+ એનાં રાષ્ટ્રવ્યાપી પ્રયાસ એ બોન્ડ ઓફ લવ સાથે પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરે છે. આ પહેલનાં ભાગરૂપે ફેવિકોલ A+એ 1.5 લાખ વિશિષ્ટ રાખડીઓ બનાવવા નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઇન્ડિયા (એનએબી) સાથે જોડાણ કર્યું છે. આ પહેલનો ઉદ્દેશ ભારતીય સશસ્ત્ર દળોનાં જવાનોને સપોર્ટ કરવાનો છે.
એનએબીની દ્રષ્ટિ સાથે સંબંધિત સમસ્યાઓ ધરાવતી મહિલાઓએ ફેવિકોલ A+નો ઉપયોગ કરીને વિશિષ્ટ ડિઝાઇન ધરાવતી રાખડીઓ બનાવી હતી અને પીડિલાઇટ ટીમ દ્વારા તેમનાં માટે પીડિલાઇટની ટીમ દ્વારા સ્પેશ્યલ ડિઝાઇન બનાવવામાં આવી છે. પહેલી વાર એનએબીએ બનાવેલી રાખડીઓને સ્ટિચ કરવાને બદલે ચીપકાવવામાં આવી છે, જે મહિલાઓ માટે ઘણી સરળ પ્રક્રિયા છે. ઉપરાંત આ પ્રયાસમાં શાળાનાં વિદ્યાર્થીઓને હાથથી બનાવેલી રાખડીઓ અને કાર્ડ બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જેમણે સશસ્ત્ર દળોમાં તેમનાં ભાઈઓ પ્રત્યે સન્માન અને આભારની લાગણી વ્યક્ત કરવાનાં પ્રતીકરૂપે આ રાખડીઓ બનાવી હતી. આ રાખડી બનાવવાની પ્રવૃત્તિમાં 600 શાળાઓનાં એક લાખથી વિદ્યાર્થીઓ સહભાગી થયાં હતાં અને એક લાખ રાખડીઓ બનાવી હતી.
આ રાખડીઓ બનાવવાની કામગીરી જુલાઈ, 2019માં શરૂ થઈ હતી અને ઓગસ્ટ, 2019 સુધી ચાલી હતી. આ પહેલનું આયોજન દેશનાં આશરે 16 શહેરોમાં પણ થયું હતું.
આશરે 2.5 લાખ રાખડીઓ બનાવવામાં આવી છે, જે રક્ષાબંધનનાં પ્રસંગે સૈનિકોનાં જવાનોને મોકલવામાં આવશે.
પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનાં સીઇઓ શ્રી શાંતનુ ભાંજાએ કહ્યું હતું કે, “અમારી દરેક માટે રચનાત્મકતાને ખીલવવાની પહેલ ફેવિક્રિએટનાં ભાગરૂપે ‘બોન્ડ ઓફ લવ’ પ્રયાસ અમારો રાષ્ટ્રીય નાયકો પ્રત્યે પ્રેમ અને સન્માન વ્યક્ત કરવાનો પ્રયાસ હતો. એનએબીની મહિલાઓ અને વિદ્યાર્થીઓએ આપણાં દેશનું રક્ષણ કરવા માટે જવાનોનો આભાર વ્યક્ત કરવા હાથથી બનાવેલી રાખડીઓ તૈયાર કરી એ ઉત્સાહજનક બાબત છે. દ્રષ્ટિની સમસ્યા ધરાવતી મહિલાઓની કામગીરી ઉત્કૃષ્ટ છે અને તેઓ પોતાની આંતરિક રચનાત્મકતાને ખીલવવા અને કળાને વિકસાવવા ઇચ્છતાં દરેક માટે પ્રેરણારૂપ છે. આ અમને ફેવિકોલ A+ જેવી પ્રોડક્ટ વિદ્યાર્થીઓને આનંદ આપે છે, જેમાં તેમની અંદર રહેલી રચનાત્મક કળાનો ખીલવી શકે છે અને જવાનોને સન્માન આપવા કુશળતાનો ઉપયોગ કરી શકે છે.”