ફેવિક્રીએટ ભવિષ્યનાં વિજ્ઞાનીઓને પ્રોત્સાહન આપે છે
એક મહિના લાંબી પહેલ મેક યોર ઑન ચંદ્રાયાન 2 અંતર્ગત 650 શાળાઓમાં 1 લાખ વિદ્યાર્થીઓ વચ્ચે રચનાત્મકતાને ખીલવશે
22 જુલાઈનાં રોજ લોંચ થયેલા ચંદ્રાયાન 2 ભારત માટે ઐતિહાસિક અભિયાન છે. ભારતનું બીજું ચંદ્ર અભિયાન વૈજ્ઞાનિક ચમત્કાર છે અને આ અભિયાન ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પ્રદેશનાં અત્યાર સુધી સંપૂર્ણપણે વણખેડાયેલા વિસ્તાર પર પ્રકાશ ફેંકશે. આજની પેઢી, ખાસ કરીને બાળકો, આ અભિયાન પ્રત્યે આકર્ષિત છે અને અંતરિક્ષમાં ખેડાણ કરવાનું સ્વપ્ન સેવે છે. જ્યારે 7 સપ્ટેમ્બરનાં રોજ ચંદ્ર પર ભારતનું અભિયાન ઉતરાણ કરશે, ત્યારે એક ઇતિહાસનું સર્જન થશે.
આ પ્રસંગે ફેવિક્રીએટ પ્રોગ્રામ અંતર્ગત પીડિલાઇટનો ઉદ્દેશ 25 શહેરોમાં 650 શાળાઓનાં 100000 વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો છે તથા તેમને ચંદ્રાયાન અને અંતરિક્ષ વિશે જાણકારી આપવા અને અનુભવ મેળવવા પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે. ફેવિક્રિએટ એક પહેલ તરીકે પરંપરાગત શૈક્ષણિક પદ્ધતિઓથી પર થવા ઇચ્છે છે અને એનાં બદલે ‘લર્નિંગ બાય ડૂઇંગ’ એટલે વ્યવહારિક અભિગમ અપનાવવા ઇચ્છે છે, જેથી શીખવાની પ્રક્રિયામાં રચનાત્મકતાને સામેલ કરી શકાય.
આખો મહિનો ફેવિક્રીએટ ભવિષ્યનાં વિજ્ઞાનીઓને પીડિલાઇટ અને ફેવિકોલ A+ દ્વારા પ્રદાન કરવામાં આવેલી અને ખાસ ડિઝાઇન કરવામાં આવેલી ફેવિક્રીએટ ચંદ્રાયાન 2 શીટ (ક્રાફ્ટિંગ શીટ)નો ઉપયોગ કરીને ચંદ્રાયાનનું પોતાનું આગવું વર્જન બનાવવા હાથ અજમાવવા પ્રોત્સાહન આપશે. આ શીટ તેમને ચંદ્રાયાન 2માં લેન્ડર અને ર વર વિશે તમામ જાણકારી આપશે અને તેમને સમાન મોડલ બનાવવાની છૂટ આપશે. શિક્ષકો વિદ્યાર્થીઓને મદદ કરશે અને ઉપરાંત શીટમાં સૂચનાઓ પણ સામેલ હશે, જેને બાળકો અનુસરી શકે છે. આ એક્ટિવિટી વીડિયોમાં રેકોર્ડ કરવામાં પણ આવશે, જેને 05.09.2019નાં રોજ લોંચ કરવામાં આવી છે.
એક સ્ટેપ આગળ વધીને ફેવિક્રીએટે નેહરુ પ્લેનેટેરિયમ સાથે એક્ટિવિટી માટે જોડાણ પણ કર્યું હતું, જ્યાં બાળકો ચંદ્રાયાનની રેપ્લિકા બનાવશે. 500થી વધારે વિદ્યાર્થીઓ સહભાગી થશે અને તેમની કલ્પનાને પાંખો મળશે.
મુંબઈનાં નેહરુ પ્લેનેટેરિયમનાં ડાયરેક્ટર ડો. અરવિંદ પરાંજપેએ કહ્યું હતું કે, “ચંદ્રાયાન 2 આપણાં દેશ માટે ઐતિહાસિક અભિયાન છે અને બાળકોએ આ વિશે વધારે જાણકારી મેળવવી જોઈએ. અમે એવું પણ માનીએ છીએ કે ફેવિક્રીએટની મેક યોર ઑન ચંદ્રાયાન 2 પહેલ બાળકોને રચનાત્મક અને જોડાણની રીતે અંતરિક્ષ અભિયાન વિશે ખેડાણ કરવા અને શીખવા ઉચિત પ્લેટફોર્મ આપે છે.”
પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનાં સીઇઓ શ્રી શાંતનુ ભાન્જાએ કહ્યું હતું કે, “અમે બાળકોને શીખવામાં મદદરૂપ થવા કળા અને કારીગરીની ક્ષમતામાં માનીએ છીએ. અનેક સંશોધનમાં પુરવાર થયું છે કે, કોઈ પણ પ્રોજેક્ટને જોવા અને એના વિશે સાંભળવા કરતાં એને વ્યવહારિક રીતે કરવાથી શીખવાની પ્રક્રિયા વધારે અર્થપૂર્ણ અને લાભદાયક બને છે. કળા અને કારીગરીનાં પ્રોજેક્ટ્સ માટે આયોજન, કટિંગ, પેસ્ટિંગ અને પેઇન્ટિંગની કામગીરીઓ બાળકોમાં કૌશલ્યને વધારે સારી રીતે કેળવવા માટે આવશ્યક છે. કળા અને કારીગરી બાળકોને તેમની સંભવિતતા ચકાસવા, તેમનો આત્મવિશ્વાસ કેળવવાની તક આપે છે તેમજ તેમનાં સંપૂર્ણ વિકાસની ખાતરી આપે છે. ફેવિક્રીએટ પહેલનાં ભાગરૂપે અમે ભારતનાં ભવિષ્યનાં વિજ્ઞાનીઓને શીખવાની નવી પદ્ધતિ પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરીએ છીએ અને ઘણી વાર તેમને નવું વિચારવા અને પાઠ્યપુસ્તકોની બહારની જાણકારી મેળવવા પ્લેટફોર્મ આપીએ છીએ.”