ફેશન ડિઝાઇનર યુવતીએ પોલીસ મથકને બાનમાં લીધું
સુરત, સુરતમાં વીડિયો બનાવવા જેવી નજીવી બાબતમાં તકરાર થતા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફેશન ડિઝાઇનર યુવતીને એક મહિલા સાથે વીડિયો બનાવવા બાબતે માથાકુટ થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જાેકે, ફેશન ડિઝાઇનર યુવતીને આ મામલે ઉમરા પોલીસ મથકમાં લઈ જવાતા તેણે શાંતિથી વર્તવાના બદલે પોલીસ મથક માથે લીધું હતું.
યુવાનોમાં આજકાલ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. અને અનેક સ્થળોએ યુવાનો આ પ્રકારના વીડિયો બનાવતા નજરે ચડે છે. જાે કે આ પ્રકારના વડીયો બનાવવાને લઈ સુરતમાં વિવાદ ઉભો થયો હતો. જેને લઈને ફેશન ડિઝાઈનર યુવતીએ ઉમરા પોલીસ મથક માથે લીધું હતું.