Western Times News

Gujarati News

ફેશન ડીઝાઈનર પત્નીની કેસ ટ્રાન્સફરની અરજી હાઈકોર્ટે ફગાવી

વડોદરા, પતિ-પત્ની વચ્ચે ચાલતા વિખવાદના મામલામાં કેસ ટ્રાન્સફર કરી આપવાના એક કેસમાં હાઈકોર્ટે મહત્ત્વનો આદેશ કર્યો છે. જેમાં કોર્ટે ઠરાવ્યુ હતુ કે પત્ની ફેશન ડીઝાઈનર છે. અને તેની પાસે પોતાની કાર પણ છે. જેથી તેની વડોદરાથી સુરત કેસ ટ્રાન્સફર કરવાની અરજી ગ્રાહ્ય રાખી શકાય નહી. કેમ કે તેને ટ્રાવેલ કરવામાં કોઈ મુશ્કેલી નડે એવુ જણાતુ નથી.

પતિથી અલગ થઈ સુરતમાં રહેતી એક પત્નીએ હાઈકોર્ટમાં અરજી કરી કે તેના વૈવાહિક વિખવાદનો કેસ વડોદરાની ફેમિલી કોર્ટમાં ચાલે છે અને તે સુરતમાં રહે છે. કોર્ટની મુદત હોય ત્યારે પ્રવાસ કરવામાં મુશ્કેલીઓ પડતી હવાને કારણે આ કેસ સુરતમાં જ ટ્રાન્સફર કરવો જાેઈએ. પરંત કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

અરજદાર પત્નીની અરજી હતી કે તેનો પતિ વડોદરામાં જ એક જાણીતી કંપનીમાં સીનિયર એન્જીનિયર છે. તેમના લગ્ન વર્ષ ર૦૧૯ થયા હતા. વૈવાહિક જીવન દરમ્યાનના વિવાદના કારણેે તેણે તેના પતિ સામે ઘરેલુ હિસા અને દહેજના ત્રાસની ફરીયાદ સુરતના મહિલા પોલીસ સ્ટેશનમાં નોેંધાવી છે. હવે તે તેના પતિથી અલગ સુરતમાં રહેવા લાગી છે. અને તેમનો કેસ વડોદરાની ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો છે.

કોર્ટના કેસની મુદત હોય ત્યારેે તેણે સુરતથી વડોદરાનો પ્રવાસ કરવો પડે છેે તેમેં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. જેથી હાઈકોર્ટે આદેશ આપીને આ કેસ વડોદરાથી સુરત ટ્રાન્સફર કરવો જાેઈએ. જ્યારે કે તેનો પતિ તરફથી રજુઆત હતી કે તેની પત્ની ફેશન ડીઝાઈનર છે અનેત્ તેની પત્નીની આવક પણ પ્રમાણમાં સારી છે.

આ ઉપરાંત તેની પાસે કાર પણ છે. કારના આર.સી.બુકની નકલ કોર્ટ સમક્ષ રાખવામાં આવી હતી. તેથી તે પ્રવાસ કરવા સક્ષમ છે. પતિની રજુઆત હતી કે તે પથરીની બિમારીથી પીડાય છે. આવી પરિસ્થિતિમાં કેસ વડોદરાથી સુરત ટ્રાન્સફર કરવો ન જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.