ફેસબુકના સીઈઓની સંપત્તિ ૧૦૦ અબજ ડોલરને પાર કરી ગઈ
ન્યૂયોર્ક, ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગની સંપત્તિ ૧૦૦ અબજ ડોલરનો આંકડો પાર કરી ગઈ છે. અમેરિકી શેર બજાર વોલસ્ટ્રીટ જર્નલમાં આવેલી તેજીને કારણે ફેસબુકના શેરોમાં પણ ઉછાળો આવ્યો હતો અને તેને કારણે ઝુકરબર્ગની નેટવર્થમાં જબરદસ્ત વધારો થયો હતો.
સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના શેરમા ગુરુવારે ૨.૪ ટકાનો ઉછાળો આવ્યો હતો તેના કારણે એક જ દિવસમાં ઝુકરબર્ગની સંપત્તિમાં ૨.૩ અબજ ડોલરનો વધારો થયો હતો.
ઝુકરબર્ગની નેટવર્થ હવે ૧૦૨ અબજ ડોલર પર પહોંચી ગઈ છે. શેરબજારમાં આવેલી આ તેજીને કારણે ઝુકરબર્ગ ફરી એક વાર અમીરોની યાદીમાં આવી ગયા છે. તેઓ દુનિયામાં ટોચના ૧૦ ધનવાનોમાં ત્રીજા સ્થાને આવી ગયા છે. તેમની પર હવે એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ(૧૯૪ અબજ ડોલર) અને માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ(૧૨૨ અબ ડોલર)છે. જોકે, એવુ નથી કે ઝુકરબર્ગન સંપત્તિ પહેલીવાર ૧૦૦ અબજ ડોલરને પાર થઈ ગઈ છે. આ પહેલાં સાતમી ઓગસ્ટે પણ ફેસબુકનો શેર હાઈ રેકોર્ડ પર પહોંચી ગયો હતો. તે વખતે પણ તેમની સંપત્તિ ૧૦૦ અબજ ડોલરને પાર કરી ગઈ હતી.
ઝુકરબર્ગે ટેસ્લા અને સ્પેસ એક્સના માલિક એલન મસ્કને પાછળ રાખી દીધા છે. જોકે, મસ્કની સંપત્તિમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વધારો થઈ રહ્યો છે અને તે ૧૦૦ અબજ ડોલર પહોંચી ગઈ છે.
બ્લુમબર્ગ ઈન્ડેક્સ પ્રમાણે મસ્કની નેટવર્થ અંદાજે ૯૫ અબજ ડોલર છે અને એક દિવસમાં તેમની સંપત્તિમાં ૫.૧૮ અબજનો વધારો થયો છે. કોરોના સંકટમાં વિશ્વનું અર્થતંત્ર સંકટમાં છે ત્યારે મસ્કની સંપત્તિ વધી રહી છે.SSS