ફેસબુકની લત ધરાવતા પુરૂષે થપ્પડ મારવા મહિલા રાખી
સેકરામેન્ટો, ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કે બુધવારે એક વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી. આ વીડિયોમાં એક મહિલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકનો ઉપયોગ કરનારા પુરુષને વારંવાર થપ્પડ મારતી જાેવા મળે છે. કારણ કે આ યુવક ફેસબુકની લતથી ગ્રસ્ત છે.
વાયરલ વીડિયોમાં જાેવા મળી રહેલો વ્યક્તિ મનીષ સેઠી છે. જે સાન ફ્રાન્સિસકોમાં રહેતો એક બ્લોગર છે. જે વિયરેબલ ટેક સ્ટાર્ટઅપ પાવલોકનો ફાઉન્ડર પણ છે. સેઠીએ કથિત રીતે જ્યારે પણ ફેસબુકનો ઉપયોગ કરે ત્યારે થપ્પડ મારવા માટે એક મહિલાને કામ પર રાખી હતી.
અત્રે જણાવવાનું કે કારા નામની મહિલાને કથિત રીતે કામ પર રાખવામાં આવી હતી. તે મહિલાને કામ માટે લગભગ ૮ ડોલર પ્રતિ કલાકની ચૂકવણી કરવામાં આવી હતી જેમાં તેનું કામ ફક્ત એટલું જ નહતું કે તે તેની બાજુમાં બેઠેલી વ્યક્તિને સોશિયલ મીડિયા પર જરૂર કરતા વધુ સમય વિતાવવા પર થપ્પડ મારતી હતી.
એક બ્લોગ પોસ્ટમાં સેઠીએ કહ્યું કે તે એક મહિલાને લાફો મારવા માટે કામ રાખીને પોતાની ઉત્પાદકતાને ૩૫-૪૦% થી વધારીને ૯૮% કરવામાં સક્ષમ હતો. આ પ્રયોગ ૯ વર્ષ પહેલા સેઠીએ અજમાવ્યો હતો. જાે કે ઉત્પાદકતા વધારવાના આ અનોખા પગલા તરફ મસ્કનું ધ્યાન હવે ગયું છે.
સેઠીની આ ટ્વીટ પર રિપ્લાય કરતા એલન મસ્કે ૨ ફાયર ઈમોજી મોકલ્યા જેનાથી બ્લોગર ખુબ પ્રભાવિત થયો. થોડા જ સમયમાં સેઠીએ મસ્કને જવાબ આપતા અને પોતાના સ્ટાર્ટ અપ વિશે જણાવતા કહ્યું કે હું એ જ છોકરો છું જે આ તસવીરમાં જાેવા મળી રહ્યો છે.SSS