ફેસબુક અને ફેક આઇડી બનાવી યુવક પાસેથી ૧૬ લાખ પડાવનાર પાટણનું દંપતિ ઝડપાયું

પાટણ: સુરત સાઇબર ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાના પાટણના એક દંપતિની ધરપકડ કરીછે આ દંપતિ ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને સામેની વ્યક્તિને જાળમાં ફસાવતું હતું અને તેમની પાસેથી પૈસા પડાવતા હતાં પૈસા પડાવવા માટે આ મહિલા નેહા પટેલ નામનું ખોટું નામ ધારણ કરતી હતી અને તેની માતાને સારવાર માટે પૈસાની જરૂર હોવાનું બહાનું કાઢતી હતી.
જે બાદમાં ફોન નંબરની આપ લે થતી હતી અને સામેની વ્યક્તિને વાતોમાં ભોળવવામાં આવતી હતી લાગ જાેઇએને નેહા પટેલ પૈસાની વાત કરી હતી અને પૈસા તેના ખાતાના ટ્રાન્સફર કરાવતી હતી જાે કે સુરતના પિડિત યુવકે ફરિયાદ નોંધાવતા બંન્નેનો ભાડો ફુટી ગયો હતો દંપતિએ અન્ય લોકોને પણ પોતાની જાળમાં ફસાવીને પૈસા પડાવ્યા હોવાની શકયતા રહેલી છે સુરતના યુવક પાસેથી નેહા પટેલે આવી રીતે ૧૬ લાખ રૂપિયા પડાવી લીધા હતાં
મળતી માહિતી અનુસાર સુરત શહેરના ડભોલી ચાર રસ્તા સ્થિત શાંતિવન સોસાયટીમાં રહેતા અને લિમિટેડ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતા દિવ્યેશ વજુભાઇ ઉકાણીને ફેસબુક પર નેહા પટેલ નામના એકાઉન્ટ ઉપરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી તેનો સ્વીકારતાની સાથે જ તેમના મેસેન્જરમાં એક મેસેજ આવ્યો હતો કે મારા મમ્મીની કિડની ફેઇલ છે અને ઉઝા ખાતે હોસ્પિટલમાં દાખલ છે મારા પપ્પા નથી અને ભાઇ નાનો છે મારે પૈસાની જરૂર છે મારે થોડાક રૂપિયા જાેઇએ છે.નેહા અને દિવ્યેશ બાદમાં મોબાઇલ નંબરની આપ લે કરી અને સમયાંતરે નાણાં આપતો રહ્યો હતો અને તેની સાથે છેંતરપીડી કરી હતી આથી તેણે ફરિયાદ દાખલ કરાવી હતી.HS