ફેસબુક પર એડ જાેઇ ટીવી-એસી ખરીદવાનું રૂ.૧.૮૧. લાખમાં પડ્યું
અમદાવાદ, અત્યારે ઓનલાઇન ખરીદીનો ટ્રેન્ડ વધ્યો છે. લોકો સેકન્ડ હેન્ડ વસ્તુઓ પણ ઓનલાઇન વેચી અને ખરીદી રહ્યા છે. ઓનલાઇન છેતરપિંડીના કિસ્સા પણ વધી રહ્યા છે. ખાસ કરીને સેકન્ડ વસ્તુની ઓનલાઇન ખરીદીમાં છેતરાવાની શક્યાતા વધી જાય છે
ત્યારે હવે ઇન્ટરનેટના માધ્યમથી સ્માર્ટ ચોરી કરતા તસ્કરો ફેસબુકના માધ્યમથી લોકો સાથે ઠગાઇ કરી રહ્યા છે. હોસ્પિટલ મેનેજમેન્ટમાં ઇન્ટર્ન આસિસ્ટન્ટ ફેસબુકની એડ જાેઇ ટીવી અને એસી લેવાં જતા ૧.૮૧ લાખની ઠગાઇનો ભોગ બન્યો છે, ગઠિયાએ આર્મીમાં ફરજ બજાવતો હોવાની ઓળખ આપીને આસિસ્ટન્ટને છેતર્યા હતા.
બાપુનગરમાં આવેલા ઇન્દિરાનગરમાં રહેતા અને વાપી ખાતેની હોસ્પિટમલમાં રેસિડેન્સ ઇન્ટર્ન આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા વિજયભાઇ ચૌહાણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ચીટિંગની ફરિયાદ કરી છે.
વિજય હોસ્પિટલમાં હાજર હતા ત્યારે તે ફેસબુક વાપરતા હતા. તે સમયે તેમણે ફેસબુક પર ટીવી અને એસી વેચવાની જાહેરાત જાેઇ હતી, જેથી તેમણે જાહેરાત પર આપેલા નંબર પર મેસેજ કર્યો હતો. એક ગઠિયાએ થોડી વાર રહીને વિજયભાઇને ફોન કરીને કહ્યું કે હું બીજનકુમાર આર્મી કેન્ટીનમાં નોકરી કરુ છું
અને મારી ટ્રાન્સફર જમ્મુ થઇ છે, જેથી ટીવી અને એસી વેચવાના છે તથા આર્મી જવાને કહ્યું કે મારો મિત્ર તમે રૂપિયા આપશો એટલે તમને ટીવી-એસીની ડિલિવરી કરી દેશે તેમ કહેતા વિજયભાઇએ ટીવી અને એસી ખરીદવાની તૈયારી બતાવી હતી. બીજી તરફ આર્મી જવાનનું આઇકાર્ડ જાેઇ વિજયભાઇને તેના પર આંધળો ભરોસો થઇ ગયો હતો.
ત્યારબાદ વિજયભાઇએ અલગ અલગ રીતે કુલ ૧.૮૧ લાખની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી હતી, પરંતુ રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવા છતાં તેમને એસી કે ટીવી ના મળ્યાં.
વિજયભાઇએ આર્મી જવાનનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. આથી વિજયભાઇએ તેમની સાથે ઠગાઇ હોવાનું લાગતા તેમણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ બે ગઠિયા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.