Western Times News

Gujarati News

ફેસબુક પર ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરતાં પહેલા ચેતી જજો, ઠગ ટોળકી મિત્રતા કેળવી ચુનો લગાવી શકે છે

વીમા એજન્ટની સાથે ફેસબુક પર મિત્રતા કેળવી ૨૮ લાખનો ચુનો ચોપડનારી ઠગ ટોળકી ઝડપાઈ

મોઘી ભેટસોગાદો આપવાની લાલચ આપીને પ્રોસેસિંગ ફીના નામે ઓનલાઈન અને સ્લીપ ભરાવીને નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી આચરતા હતા.

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જીલ્લાના હાલોલમાં રહેતા વીમા એજન્ટને અજાણ્યા ફેસબૂક આઈડી પરથી ફ્રેઁડ રિકવેસ્ટ મોકલીને મેસેન્જર એપ પર ચેટ કરીને મિત્રતા કેળવીને વિદેશથી ગિફ્ટ મેળવીને એરપોર્ટ પર ગિફ્ટ છોડાવાના બહાને પ્રોસેસિંગ ફીના નામે અલગ અલગ નવ જેટલા બેંક ખાતામાં ૨૮,૪૫,૨૫૯ લાખ જેટલી રકમની છેતરપીઁડી આચનારી ઠગગેંગને હરિયાણા રાજ્યના ગૂડગાવથી ગોધરા સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડી હતી.

પકડાયેલા આરોપીઓમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.પકડાયેલા આરોપીઓને ગોધરા ખાતે લાવીને કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડ મેળવીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલનગરના મોહસીન ખાન પઠાણ વીમા એજન્ટ તરીકે કામ કરે છે.તેમના ફેસબૂક એકાઉન્ટ પર અજાણ્યા ફેસબુક આઈડી પરથી ફ્રેડશીપ રિકવેસ્ટ આવતા રિકવેસ્ટ સ્વીકારી હતી.  જેમા મેસેન્જર પર મોબાઈલ નંબર માગતા પાંચ જેટલા વોટસએપ નંબરોથી ચેટ કરીને મિત્રતા કેળવીને ગીફ્ટ ફોરેનથી મોકલ્યા હોવાનુ જણાવી ફોટા વોટસઅપમા મોકલીને વિશ્વાસમાં લીધા હતા.

મોબાઈલ નંબર પરથી વાતચીત કરીને ઇમેલ કરીને ગીફ્ટ છોડવવા માટે ટેકસ કોડ,સીઓટી કોર્ડ સહિત પ્રોસેસિંગ ફી માટે નાંણાની માંગણી કરી નવ જેટલા અલગ અલગ બેંક ખાતાઓના નંબર વોટસએપથી મોકલ્યા હતા.અને બેઁક સ્લીપથી અલગ અલગ મળીને ૨૮,૪૫,૨૫૯ લાખ રૂપિયાની છેતરપીંડી આચરવામા આવી હતી.

જે મામલે ફરીયાદી દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ મથક ગોધરા ખાતે ફરિયાદ નોઁધાતા ગુન્હાની તપાસ પીઆઈ જે.એન.પરમાર અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામા આવી હતી.જેમા મોબાઇલ નંબરો અને બેંક ખાતાની તપાસ હાથ ધરવામાં આવતા આ ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓ ગૂડગ્રામ (હરિયાણા)ના હોવાની વિગત બહાર આવી હતી.

સાયબર ક્રાઇમ પોલીસે ગુડગાવ જઈને (૧) શીખા રામેમાંગર તમાંગ રહે,ગૂડગાંવ, મુળ વેસ્ટ બંગાળ(૨) શબીના મનીકુમાર તંમાગ રહે ગુડગાવ મૂળ વેસ્ટ બંગાળ,(૩)રજતકુમાર છત્રી રહે,ગુડગાવ મૂળ વેસ્ટ બંગાળ,(૪)રાજકુમાર પરમાત્મારાય રહે ગૂડગ્રામ મુળ રહે બિહારની ધરપકડ કરી હતી.અને ગોધરા ખાતે લાવી કોર્ટમાં રજૂ કરીને પૂછપરછનો દોર શરૂ છે. આ ગુનામાં જનક જનસાઠાકુરી રહે કિશનગંજ, દિલ્લીનુ નામ પણ તપાસમા બહાર બહાર આવ્યુ છે.

નોંધનીય છેકે આરોપીઓ ફેસબૂક એકાઉન્ટની મદદથી ફ્રેન્ડશીપ રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવીને વાતચીતનો દોર લંબાવીને મોઘી ભેટસોગાદો આપવાની લાલચ આપીને પ્રોસેસિંગ ફીના નામે ઓનલાઈન અને સ્લીપ ભરાવીને નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી આચરતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.