ફેસબુક પોસ્ટે હિંસા સર્જીઃ ૪ મોતઃ ૫૦ ઘવાયા
ઢાંકા, બાંગ્લાદેશમાં ફેસબુક પોસ્ટને કારણે થયેલી હંગામોથી ચાર લોકોનાં મોત નીપજયાં છે. આ હિંસામાં ૫૦ થી વધુ લોકો દ્યાયલ થયાના અહેવાલ છે. હકીકતમાં, મુસ્લિમ લોકોએ રવિવારે એક હિન્દુ વ્યકિતની નિંદા કરવાના આરોપમાં ફેસબુક પોસ્ટ સામે વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધ દરમિયાન અચાનક હિંસા ફાટી નીકળી હતી. જે બાદ બાંગ્લાદેશ પોલીસે ભીડ પર ફાયરિંગ કર્યું હતું.
આ ગોળીબારમાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત નીપજયાં છે. તે જ સમયે, ૫૦ લોકો ઘાયલ થયા છે. ઢાંકાથી ૧૧૬ કિમી દૂર ભોલા જિલ્લામાં હિંસા થઈ હતી. મુસ્લિમ તવાહિદી જનતાના બેનર હેઠળ આયોજિત વિરોધ પ્રદર્શનમાં ફેસબુક પર સેંકડો લોકો પૈગેમ્બર વિરુદ્ઘ ટિપ્પણી કરનારા હિન્દુ શખ્સ સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા. જેનું ફેસબુક એકાઉન્ટ વિવાદિત પોસ્ટ ધરાવે છે, તે વ્યકિતને સુરક્ષાના કારણોસર પોલીસે પહેલેથી જ કસ્ટડીમાં લઈ લીધું હતું. અટકાયત કરાયેલ વ્યકિતએ આવી પોસ્ટ મુકયાનું નકારી કાઢેલ છે.
આ હિન્દુ વ્યકિતનો દાવો છે કે તેનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું. તેમની દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પગલે પોલીસે તેમના ફેસબુક એકાઉન્ટને હેક કરવાના આરોપમાં ત્રણ લોકોને અટકાયતમાં લીધા છે. સમાચારો અનુસાર, ફેસબુક પોસ્ટ વાયરલ થયા બાદ શુક્રવારથી શરૂ થયેલ તણાવને ટાળવા ગામના વડીલો રવિવારે સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા હતા. પરંતુ વિરોધીઓએ સુરક્ષા અધિકારીઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું. અને સરકારી સંપત્તિને નુકસાન થવા માંડ્યું. ભોલાના પોલીસ વડા સરકાર મુહમ્મદ કૈસરે કહ્યું છે કે આત્મરક્ષણમાં પોલીસની ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા હતા જયારે સમગ્ર દ્યટનામાં ૫૦ લોકો દ્યાયલ થયા હતા. દ્યાયલ થયેલા કેટલાક લોકોની હાલત નાજુક હોવાનું જણાતાં મૃત્યુઆંક વધવાની સંભાવના છે. કૈસરે કહ્યું કે, દેશના સૌથી મોટા નદીના ટાપુ ભોલાના ચાર બોહરૂદ્દીન વિસ્તારમાં ઘર્ષણમાં અનેક પોલીસ જવાન દ્યાયલ થયા છે.