ફોઈ સાથે રહેતો ૧૫ વર્ષીય સગીર ઘર છોડી ચાલ્યો ગયો
અમદાવાદ: બાપુનગરમાંથી એક ૧૫ વર્ષીય સગીર તેનું ઘર છોડીને જતો રહેતા તેના બા અને ફોઈ ચિંતામાં મુકાઈ ગયા છે. દુઃખની વાત એ છે કે, આ સગીરના પિતાએ બીમારીથી કંટાળી પાંચેક વર્ષ પહેલા આપઘાત કર્યો હતો અને માતાએ છૂટાછેડા લીધા હતા. ત્યારથી આ સગીર તેના બા અને ફોઈ સાથે જ રહેતો હતો. સગીર ઘરેથી નીકળ્યો ત્યારે કાચ પાસે એક લખાણ લખીને ગયો હોવાનું સામે આવ્યું છે.
મને મારી જાત સમજાઈ ગઈ છે હું મારી જાતને સફળ બનાવીને જ તમારી સામે આવીશ. હું આવું ત્યારે ફઇના લગ્ન થઈ જવા હોવા જાેઈએ અને બા સ્વસ્થ હોવા જાેઈએ. મારી પાછળ આંસુ ના સારતા અને આત્મહત્યાનો જાે ખ્યાલ આવ્યો ને તો સમજી લેજાે તમારો છોકરો સમજી ગયા ને તમને મારા સમ છે.
આખરે સગીરના બાએ આ અંગે બાપુનગર પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના બાપુનગરમાં રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધ તેમની દીકરી સાથે રહે છે. તેમના દીકરાએ પાંચેક વર્ષ અગાઉ માનસિક બીમારીના કારણે આત્મહત્યા કરી હતી તથા દીકરાએ પત્ની સાથે ૧૩ વર્ષ અગાઉ છૂટાછેડા લીધા હતા.
૧૯ જાન્યુઆરીના રોજ બપોરના સાડા ત્રણેક વાગે વૃદ્ધા તેમના પૌત્ર સાથે ઘરે હાજર હતા. ત્યારે તેમનો પૌત્ર તેમના ઘરેથી બાપુનગર ઈન્ડિયા કોલોની ખાતે આવેલા ટ્યુશન કલાસીસમાં દાખલા શીખવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારે આ સગીર તેની ફોઈને હોસ્પિટલમાં મોબાઈલ ફોન આપવા ગયો હતો. ત્યારે તેને ફોઈએ પૂછ્યું હતું કે, તું કાયમ બેગ લઈને જતો નથી તો આજે કેમ બેગ લઈને જાય છે. જેથી આ સગીરે તેની ફોઈને જણાવ્યું કે, તેને બેગ લઈ જવાની છુટ્ટી આપી છે તેથી તે લઈ જાય છે. બા તમે મને દોઢ વર્ષથી ૧૬ વર્ષનો કર્યો મને પોતાના જીવની જેમ સાચવે છે તે માટે તમારો ખૂબ ખૂબ આભાર પણ હવે સમય આવ્યો છે કે હું મારી જાતને સાબિત કરું હું મારી જાતને એક મોટો અને સફળ આદમી બનીને જ રહીશ અને તે માટે મારુ ઘરને છોડવું આવશ્યક છે
આ માટે મારા ફઇ કે બા જવાબદાર નથી ફક્ત હું જ જીમેદાર છું અને મારા બા કે ફઈને કોઈપણ પ્રશ્નો કરીને હેરાન કરતા નહિ. બા અને ફઇ તમે તમારું ધ્યાન રાખજાે અને ખબરદાર જાે મારી પાછળ આવ્યા છો અને મને શોધવાનો પ્રયત્ન કર્યો તો .મને મારી જાત સમજાઈ ગઈ છે હું મારી જાતને સફળ બનાવીને જ તમારી સામે આવીશ. હું આવું ત્યારે ફઇના લગ્ન થઈ જવા હોવા જાેઈએ અને બા સ્વસ્થ હોવા જાેઈએ. મારી પાછળ આંસુ ના સારતા અને આત્મહત્યાનો જાે ખ્યાલ આવ્યો ને તો સમજી લેજાે તમારો છોકરો સમજી ગયા ને તમને મારા સમ છે.