ફોજદારી કોર્ટમાં કશ્મકશ ભર્યા ચૂંટણી જંગ વચ્ચે ચૂંટણી કમિશનરોની કસોટી થશે?!
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/0312-ah2-1024x257.jpg)
ઉત્તરદાયિત્વ એ ‘મહાનતા’ માટે ચૂકવવી પડતી કિંમત છે – વિન્સ્ટન ચર્ચિલ
તસવીર ફોજદારી કોર્ટ ની છે આ ન્યાય સંકુલમાં ફોજદારી કોર્ટ બાર ની કચેરી આવેલી છે જ્યાં ૧૭મી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીનો માહોલ જામ્યો છે પ્રમુખ પદ ઉપર ઉપપ્રમુખ પદ ઉપર ટક્કર સર્જાઇ શકે છે અને સેક્રેટરી પદ ઉપર પણ મતોનું ધ્રુવીકરણ થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે ફોર્મ પાછું ખેંચવાની ૩ ડિસેમ્બર તારીખ છે
પરંતુ રાજકારણમાં તડજાેડ નું રાજકારણ ચાલે છે એવું ફોજદારી કોર્ટ બારની ચૂંટણીમાં પણ જાેવા મળે છે પરંતુ ખરેખર તડજાેડ તો ચૂંટણ પૂર્વ સંધ્યાએ જાેવા મળે છે અને ક્યાંક ગુપ્ત ડિનરડિપ્લોમસી સહિત અનેક ચક્રવ્યુહ ઘડાય છે ક્યાંક ક્યાંક નૈતિકતાના મુલ્યો પણ કચડાતા હોવાનું સાંભળવા મળે છે
એવા સમયે ફોજદારી કોર્ટ બાર ના ચૂંટણી કમિશ્નરને માથે ચૂંટણી પ્રચારના સમયથી મતદાન સુધી ભારે મોટી જવાબદારી આવી પડે છે અને મતદાન પછી મતગણતરી સ્થળે પણ ભારે રોમાંચક માહોલ સર્જાય છે પરંતુ ગંભીર અને ચોંકાવનારી ઘટના ક્યારેક એવું બને છે કે જ્યારે કોઈ એક ચૂંટણી કમિશનર ગંભીર અને શંકાસ્પદ ગેરરીતિ આચર્યાના આક્ષેપ પણ થાય છે
તો ક્યારેક સાચી ખોટી અફવા પણ ફેલાઈ છે આ પરિસ્થિતિ ટાળવા કેટલાક વકીલો તેવી સલાહ આપતા જાેવા મળે છે કે ફોજદારી કોર્ટમાં ચૂંટણી કમિશનર વકીલ મતદારો એ ચૂંટેલા હોવા જાેઈએ! કેટલાક કહે છે કે ચૂંટણી કમિશનરો બીજા બારમાંથી લેવા જાેઇએ અને દરેક બારમાં આવું કરવું જાેઈએ! કેટલાક કહે છે
ફોજદારી બારમાં ચૂંટણી કમિશનર તરીકે કામ કરતાં ગુજરાત બાર કાઉન્સિલ ના સભ્ય નું ભવિષ્યનું હિત જાેડાયેલું હોય છે તેથી તેમની પર થતા સાચા ખોટા આક્ષેપો ટાળવા માટે ચૂંટણી કમિશનર તરીકે ગુજરાત બાર કાઉન્સિલ ના સભ્યોની નિયુક્તિ ના કરવી જાેઈએ! વકીલ મતદારો ને પોતાના મંતવ્ય વ્યક્ત કરવાનો અધિકાર છે
પરંતુ સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી આખરી ર્નિણય પણ ફોજદારી કોર્ટ બારની ચૂંટણીના ઉમેદવારો અને ફોજદારી કોર્ટ બાર સભ્યોએ લેવાનો છે! તસ્વીર ફોજદારી કોર્ટ બહાર ના ચુંટણી કમિશનરની છે જેમાં ડાબીબાજુ થી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે શ્રી ભરતભાઈ ભગત, ચૂંટણી કમિશનર શ્રી ગુલાબ ખાન પઠાણ, જ્યારે ત્રીજી તસવીર ફોજદારી કોર્ટ ના ન્યાય સંકૂલ ની છે જાેઈન્ટ ચૂંટણી કમિશનર તરીકે પંકજ ભાઈ ચોકસી ચૂંટણી કમિશનર તરીકે શ્રી એસ.એમ મર્ચન્ટ અને ચૂંટણી કમિશનર શ્રી હરેશ સોલંકી ની છે તેઓ આ વખતે ફોજદારી કોર્ટ બાર ની ચૂંટણી નું સુકાન સંભાળી રહ્યા છે આશા છે તેમનું ઉત્તરદાયિત્વ સફળ રહેશે (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
દરેક બારની ચૂંટણીમાં ચૂંટણી કમિશનરો બહારના કેમ હોવા જાેઈએ? વકીલોમાં રસપ્રદ ચર્ચા?!
બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કહ્યું છે કે ‘‘ઉત્તરદાયિત્વ એ મહાનતા માટે ચૂકવવી પડતી કિંમત છે’’!! જ્યારે અમેરિકાના ચોત્રીસમા પ્રમુખ આઇઝન હોવર એ કહ્યું છે કે ‘‘લોકોને લમણે ફટકારવા થી તમે નેતા નહીં બની જાઓ એ હુમલો કહેવાય નેતાગીરી નહીં’’!! ગુજરાતના લગભગ તમામ બાર એસોસિએશન માં નિયુક્ત થતા ચૂંટણી કમિશનરો એ જ બાર ના સભ્યો હોય છે અને જ્યાં સુધી આ ચૂંટણી કમિશનરો નિષ્પક્ષ અને કર્મશીલ બની પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવે છે
ત્યાં સુધી કોઈને સમસ્યા હોતી નથી પરંતુ ક્યારેક ચૂંટણી સમયે અને ચૂંટણી પતી ગયા પછી કેટલીક વાર ચૂંટણી કમિશનર ઉપર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થાય છે અને આવો માહોલ ક્યારેક ફોજદારી કોર્ટ બારની ચૂંટણીમાં પણ જાેવા મળે છે આ પ્રકારનો માહોલ સર્જાતો રોકવા ફોજદારી કોર્ટના વકીલ મતદારોએ ગંભીરતાપૂર્વક પરિસ્થિતિની સમીક્ષા કરી વકીલ મતદારો એ જ ચૂંટણી પૂર્વે મતદાન કરી કમિશનર નિયુક્ત કરવા જાેઈએ અને દરેક બાર માં કોઈ ને કોઈ સૈદ્ધાંતિક પદ્ધતિ શોધી કાઢવી જાેઈએ એવું કેટલા વકિલોનું પણ માનવું છે.
દરેક બારની ચૂંટણીમાં ચૂંટણી કમિશનરો બહારના કેમ હોવા જાેઈએ? વકીલોમાં રસપ્રદ ચર્ચા?!