ફોજદારી કોર્ટ બારમા લાઇબ્રેરીના સેક્રેટરી પદ ઉપર ત્રિપાંખિયો જંગ જામશે?
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/0312-ah-1024x256.jpg)
લાઈબ્રેરી સેક્રેટરી પદ ઉપર રસિકભાઈ પટેલ, રાજેશસિંહ કુશવાહ, મીતેશભાઈ પંડ્યા વચ્ચે વ્યૂહાત્મક જંગમાં કોને કોનું સમર્થન?!
તસવીર ફોજદારી કોર્ટ ની છે જેના ન્યાય સંકુલમાં ફોજદારી કોર્ટ બારની લાયબ્રેરી આવેલી છે આ લાયબ્રેરીના સેક્રેટરી પદ ઉપર પણ રસપ્રદ ચૂંટણી જંગ જામે એવા સંકેતો મળી રહ્યા છે ! લાઇબ્રેરીના સેક્રેટરી પદ ઉપર શ્રી રસિકભાઈ પટેલ પુનઃ ચૂંટણી જંગ ખેલી રહ્યા છે તેઓ કર્મશીલ ,જાગૃત, વિચારશીલ અને વકીલ આલમ માટે સક્રીય રીતે કામગીરી કરતા આવ્યા છે
તેઓ લાયબ્રેરીના સેક્રેટરી પદ પર ચૂંટાયા પછી લાઈબ્રેરીની તમામ સારી માવજત પણ કરી છે રસિકભાઈ પટેલે લાઈબ્રેરી માં બે લાખ છ હજાર ના નવા પુસ્તકો નું સ્વખર્ચે અનુદાન આપેલું છે અને રૂ બે લાખ નું અનુદાન લાવી ને લાઈબ્રેરી ને વધુ અદ્યતન બનાવી છે તેઓની વકીલાત સારી ચાલતી હોય તેઓ આ ક્ષેત્રે પુસ્તક નું મહત્વ શું છે
તે સારી રીતે જાણે છે આ જાેતાં વકીલ મતદારો તેમને પુનઃ લાઈબ્રેરી ના સેક્રેટરી પદ પર ચૂંટશે એવી આશા અસ્થાને નથી છતાં તેમણે પોતાની પરંપરાગત મતબેંક પર પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવાનો અન્ય પ્રતિસ્પર્ધી ઉમેદવારોની મતબેંક વોર્ડમાં ગાબડું પાડવાનો મોટો પડકાર પણ ઊભો છે
જુનિયર્સ વકીલોએ શ્રી રસિકભાઈ પટેલને ટેકો પણ આપે છે બીજા ઉમેદવાર શ્રી મિતેશભાઇ પંડ્યા છે તેઓ લાયબ્રેરીના સેક્રેટરી પદ ઉપર પોતાનું નસીબ અજમાવવા નું નક્કી કર્યું હોય એવું જણાય છે! શ્રી મિતેશભાઇ પંડ્યા બારમા વર્ષોથી ચૂંટણી લડતા આવેલા છે અનેકવાર તેઓ ચૂંટાયા પણ છે તો ક્યારેક તેઓએ પરાજયનો પણ સામનો કરવો પડયો છે શ્રી મિતેશભાઇ પંડ્યા સારું વ્યક્તિત્વ ધરાવે છે
મિતભાષી અને દરેક સાથે સારા સંબંધો જાળવે છે તેમને તેમના ‘નામ’નો અને ‘સમાજ’ની મતબેન્કનો વ્યૂહાત્મક ફાયદો મળતો રહ્યો છે?! સાથે તેઓ શ્રી અનિલભાઇ કેલ્લા જૂથના મજબૂત ઉમેદવાર હોવાનું મનાય છે! શ્રી મિતેશભાઈ પંડ્યાની ચૂંટણીલક્ષી આ પરિસ્થિતિ જાેતા તેમને મત વિભાજન નો લાભ મળે એવી શક્યતા છે તેથી તેમણે ચૂંટણી જીતવાની શક્યતા નકારી શકાય નહીં
ત્રીજા લાઇબ્રેરીના સેક્રેટરી પદ પરના ઉમેદવાર માં શ્રી રાજેશસિંહ કુશવાહનું નામ પણ ઉમેદવાર તરીકે વકીલ મતદારોમાં ચાલે છે તેઓ પણ પોતાની બારની અનેકવાર ચૂંટણી લડી ચૂકેલા અનુભવી અને કર્મઠ ઉમેદવાર છે સરળ સ્વભાવ અને ઉત્સાહી ઉમેદવાર છે તેઓની પણ વકીલોના એક મોટા જુથનું સમર્થન છે
પરંતુ મત વિભાજનનો એક મોટો પડકાર પણ તેમની સામે છે તેથી તેમને માટે આ ચૂંટણી રસપ્રદ બની રહેશે ઈન્સેટ તસવીરમાં ડાબી બાજુથી લાયબ્રેરીના સેક્રેટરી પદના ઉમેદવાર શ્રી રસિકભાઈ પટેલની છે બીજી તસવીર લાઇબ્રેરીના સેક્રેટરી પદના ઉમેદવાર મિતેશભાઇ પંડ્યાની છે ત્રણે ઉમેદવારોમાંથી બારમાંથી કોને ચૂંટવા એ પણ નક્કી કરવાનું છે ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
અમેરિકાના વૈજ્ઞાનિક રિચાર્ડ પીફિનમેને એને કહ્યું છે કે ‘‘હું કશું જ જાણતો નથી પરંતુ હું એટલું જાણું છું કે જાે તમે ખૂબ ઊંડા ઊતરો તો પ્રત્યેક ચીજ બહુ જ રસપ્રદ છે”!! પોલેઝ ના પ્રમુખએ કહ્યું છે કે ‘‘બીજા માટે બલિદાન આપો હકારાત્મક બદલાવનો આજ તો પાયો છે”!! ફોજદારી કોર્ટ બારમા ચૂંટણીનો રસપ્રદ માહોલ જામ્યો છે
અને દરેક ઉમેદવારોએ વ્યૂહાત્મક રીતે ચૂંટણી જીતવા ફોર્મ ભર્યું છે તો કેટલાક વ્યૂહાત્મક રીતે ચૂંટણી ફોર્મ પાછું પણ ખેચશે?! પરંતુ કેટલાક ઉમેદવારો પોતે જાતે નહીં પણ કેટલાક કિંગમેકરોએ પેનલ બનાવીને પણ ઊભા રાખ્યા ની ચર્ચાએ જાેર પકડયું છે ત્યારે વકીલ મતદારોએ આ માહોલ વચ્ચે પુરી કોઠા સૂઝ થી મતદાન કરવાની પોતાની ફરજ અદા કરવી પડશે