ફોજદાર પર હુમલો કરી સર્વિસ રિવોલ્વર લૂૃંટી લેવાના પ્રકરણમાં 4 મહિલા ઝડપાઈ

રાજકોટ, રાજકોટ તાબાના બેડલા ગામે દારૂનો દરોડો પાડવા અને એક શખ્સને પકડવા ગયેલા એરપોર્ટ પોલીસ મથકના ફોજદાર સહિત ત્રણ કર્મચારીઓ પર મહિલાઓ સહિતના ટોળાએ પથ્થરમારો કરી ધોકા-પાઈપથી હુમલો કરી ફોજદારની સર્વિસ રિવોલ્વર લૂંટી લેવાના બનાવમાં પોલીસે ગુનો નોંધી ચાર મહિલાઓને ઝડપી લઈ કુખ્યાત શખ્સ સહિતનાની શોધખોળ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે એરપોર્ટ પોલીસ મથકમાં ફરજ બજાવતા ફોજદાર વી.સી.પરમાર તથા પોલીસમેન જયેશ કાનાભાઈ સોહલા અને ઈર્શાદ અહેમદ આસમાણ ગનીસહિતનો સ્ટાફ બેડલા ગામે દારૂનો દરોડો પાડવા ગયા હતા. અને એક શખ્સની શોધખોળમાં ગયા હતા.
દરમ્યાનમાં બેડલા ગામે રહેતાં વિજય બંધુ, બાધુ મધંુ, ઉજલબેન, અશ્વિન, ગુલાબસી, રસીલા, ગોરધન મધુ, રતનબેન અને અજાણ્યા સહિતના શખ્સોએ ે ફોઝદાર પરમાર સહિતના સ્ટાફને ઘેરી લીધો હતો. અને ઝઘડો કર્યો હતો. બાદમાં મહિલા સહિતના ટોળાએે પત્થરમારો કર્યો હતો.
આથી ફોઝદાર પરમારે સર્વીસ રિવોલ્વર કાઢતા ટોળાએ ધોકા-પાઈપથી હુમલો કર્યો હતો. અને સર્વિસ રિવોલ્વર લૂંટી લઈ નાસી ગયા હતા. જ્યારે ઘવાયેલા ફોઝદાર વી.સી.પરમાર અને જયેશ સોહલા અને ઈર્શાદને સિવિલ હોસ્પીટલમાં સારવારાર્થે ખસેડાયા હતા. અને હુમલાખોર ટોળા વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ કર્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ પ્રકરણમાં પોલીસે ઉજલબેન, રસિલા, રતનબેન સહિત ચાર મહિલાઓને ઝડપી લીધા હતા. અને નાસી છુટેલા વિજય બધુ બાધુ મધુ સહિતનાની શોધખોળ શરૂ કરી હતી.