ફોટોગ્રાફરે અંગત સવાલ કરતા ભારતીએ હાથ જાેડ્યા
મુંબઈ, ટીવીની જાણીતી કોમેડિયન ભારતી સિંહે વર્ષ ૨૦૧૭માં હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતા. ભારતી અને હર્ષના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે અને તેઓ ઘણા સમયથી બેબી પ્લાનિંગ પણ કરી રહ્યા છે. આ વાત તે ઘણીવાર નેશનલ ટીવી પર કહી ચૂકી છે. ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ફેન્સ ગુડ ન્યૂઝ સાંભળવા માટે તત્પર છે.
હાલમાં, કોમેડિયન શૂટિંગ સેટ પર સ્પોટ થઈ હતી, જ્યાં ફોટોગ્રાફર્સે પણ ‘મમ્મી ક્યારે બનીશ?’ તેવો સવાલ પૂછી લીધો હતો. જેના પર તેણે એવો જવાબ આપ્યો કે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. બોલિવુડ ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે. જેમાં ભારતી સિંહ વેનિટી વેનના દરવાજા પર ઉભા રહીને ફોટોગ્રાફર્સ સાથે વાતચીત કરી રહી છે. જેમાં તે કહી રહી છે કે ‘જાેતા રહો ડાન્સ દીવાને અને ધ કપિલ શર્મા શો. કેટલા વાગ્યે જાેવાનું છે ખબર છે ને.
પહેલા ડાન્સ દીવાને પછી તરત ચેનલ બદલીને કપિલ શર્મા શો. ઠીક છે? બોલો હા?’. ફોટોગ્રાફર્સ ‘હા’ પાડે છે. ત્યાં હાજર એક ફોટોગ્રાફર પૂછે છે ‘મમ્મી ક્યારે બનીશ? બાળકની?’. તો ભારતી સિંહ મજેદાર જવાબ આપતા કહે છે ‘યાર, હવે તો બધાને બાળકની રાહ છે. તમે લોકો એકલા છોડી દો, કરીએ છીએ’. તેનો જવાબ સાંભળીને બધા હસવા લાગે છે અને ભારતી સિંહ તેમને ફ્લાઈંગ કિસ આપે છે.
ડાન્સ દીવાને શોમાં હાલમાં કિન્નર આવ્યા હતા. જ્યાં ભારતી સિંહે કહ્યું હતું કે, ‘અમારા લગ્નને ત્રણ વર્ષ થવા આવ્યા છે અને અમે બાળક વિશે વિચારી રહ્યા છીએ. તેથી ઈચ્છીએ છીએ કે તમે અમને આશીર્વાદ આપો. ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા ગયા વર્ષે જ્યારે ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સરને હોસ્ટ કરી રહ્યા હતા, ત્યારે કોમેડિયને કહ્યું હતું કે, તેઓ પણ ખૂબ જલ્દી મમ્મી-પપ્પા બનવા માગે છે. તેઓ ઈચ્છે છે કે તેમના ઘરે દીકરી જન્મે. પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો, ભારતી સિંહ અત્યારે ધ કપિલ શર્મા શો અને ડાન્સ દીવાનેમાં જાેવા મળી રહી છે. તે પોતાના કોમિંગ ટાઈમિગથી લોકોને હસાવવાની એક તક પણ છોડતી નથી.SSS