ફોનની સ્ક્રીનનો ટેસ્ટ કરી કોરોનાની જાણ થઈ શકશે
નવી દિલ્હી: કોરોના વાયરસનો ખતરો ઓછો થયો નથી. વાયરસના નવા નવા પ્રકાર સામે આવી રહ્યા છે. આ પ્રકારને ઘાતક માનવામાં આવે છે. હવે કોરોનાની રસી લેવાની સાથે એલર્ટ પણ રહેવું પડશે. આવી સ્થિતિમાં આખો દિવસ હાથમાં મોબાઈલ રહેતો હોય ત્યારે તેની તપાસથી પણ આપણે સંક્રમણનો ભોગ બન્યા છીએ કે નહીં તેનો ખ્યાલ આવી જાય.
જે માટે હેલ્થકેર વર્કર્સને આપણા નાક કે મોઢાના સેમ્પલની જરૂર પડે નહીં. મોબાઇલની સ્ક્રીનની તપાસ સંક્રમણ અંગે જાણકારી આપી દેશે. ફોન ઉપર સંક્રમણ હોય એટલે જેનો ફોન છે, તે વ્યક્તિ પણ સંક્રમિત હોઈ શકે. જેથી નાક કે મોઢામાં તપાસ કરવાની જગ્યાએ હવે મોબાઇલની સ્ક્રીનની તપાસ થઇ રહી છે. આ પદ્ધતિને ફોન સ્ક્રીન ટેસ્ટિંગ કહેવામાં આવે છે. જ્યારે કોઈ ઉધરસ કે છીંક ખાય ત્યારે નાક અથવા મોંમાંથી નીકળેલા પાણીના કણ હવામાં ફેલાય છે. હવાના માધ્યમથી તે જમીન પર અથવા તેની આસપાસની દરેક વસ્તુ પર ફેલાય છે. જાે કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત હોય તો તેના કિસ્સામાં પણ આવું જ થશે.
તેને છીંક ના આવે તો હળવી ઉધરસ કે મોટેથી બોલવાથી પણ હવામાં ટીપાં ફેલાય છે. સંક્રમિત વ્યક્તિની આસપાસની સપાટી પણ વાયરસ વહન કરતી હોવાનું અત્યાર સુધી ઘણા અભ્યાસોમાં સામે આવી ચૂક્યું છે. સ્માર્ટફોન પર્સનલ વસ્તુ છે. સ્માર્ટફોન હંમેશા દર્દીના મોઢાની નજીક હોય છે. તેનાથી સ્ક્રીન પર વાયરસ એકઠા થાય છે. વૈજ્ઞાનિકોએ આ વસ્તુને ધ્યાનમાં રાખીને અભ્યાસ કર્યો હતો. જેમાં ત્યારબાદ તથ્ય હોવાનું જાણવા મળ્યું હતું. લંડનની યુનિવર્સિટી કોલેજમાં થયેલા
આ અધ્યયનમાં સ્ક્રીનના ટેસ્ટથી કોરોના નેગેટિવ કે પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. ફોન સ્ક્રીન ટેસ્ટિંગમાં મોબાઇલ ફોનમાંથી નમૂના લેવામાં આવે છે અને સલાઈન વોટરના રાખવામાં આવે છે. ત્યારબાદ સેમ્પલને સામાન્ય પીસીઆર ટેસ્ટના તપાસવામાં આવે છે. આ પ્રક્રિયા વ્યક્તિના સામાન્ય ટેસ્ટ જેવી છે.
કુલ ૫૪૦ લોકો પર કરવામાં આવેલા આ ટેસ્ટમાં આશ્ચર્યજનક બાબતો સામે આવી હતી. આ અભ્યાસમાં મોબાઇલ સ્ક્રીન ટેસ્ટ ઉપરાંત નિયમિત આરટીપીસીઆર પણ કરાવવામાં આવે તેની ખાતરી કરાઈ હતી. જે વ્યક્તિનો આરટીપીસીઆરમાં પોઝિટિવ કે નેગેટિવ હોય તેના મોબાઈલની ફોન સ્ક્રીન શું કહે છે? તે જાણવા મળે છે.બંને પરીક્ષણો બે જુદી જુદી લેબમાં કરવામાં આવ્યાં હતાં.