Western Times News

Gujarati News

ફોન બ્લાસ્ટ થતા ભાઇ-બહેન દાઝ્‌યા, એકને આંખમાં ઇજા

રાજકોટ: આજના યુગમાં નાના બાળકોને સાચવવા મોબાઈલ ફોન બાળકોને આપી દેવામાં આવે છે ત્યારે આવા વાલીઓ માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફરી એક વખત મોબાઇલ ફોનની બેટરી ફાટવાની ઘટના સામે આવી છે. વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે મોબાઇલ ફોનની બેટરીમાં બ્લાસ્ટ થયો છે.

મોબાઇલમાં રમતા સમયે અચાનક બેટરી ફાટતા સપના ઠાકોર અને વિજય ઠાકોર નામના સગા ભાઇ બેન દાઝ્‌યા હતા. આથી બંનેને તુરંત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બેટરી ફાટતા વિજય ઠાકોર નામનો બાળક આંખ નજીક ગંભીર રીતે દાઝ્‌યો હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.

જ્યારે બહેનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા મોરબીમાં એક યુવક બાઇક પર જઇ રહ્યો હતો. યુવકનાં ખિસ્સામાં મોબાઇલ ફોન હતો. કોઇ પણ કારણસર આ મોબાઇલ ફોન ધડાકા સાથે ફાટ્યો અને યુવકના પગનાં ભાગે ગંભીર ઇજા થતા ચાલુ વાહન પરથી નીચે પટકાયો હતો.

ચાલુ વાહને નીચે પટકાવાનાં કારણે યુવકનું મોત નીપજ્યુ હતું. આ ઘટના મોરબી-વાંકાનેર હાઇવે પર બંધુનગર નજીક બની હતી. ત્યારે હવે વાંકાનેર વિસ્તારમાં બીજી ઘટના બનતા ચકચાર વ્યાપી ગઈ હતી. જાેકે આ કિસ્સો ખૂબ ચોંકાવનારો કિસ્સો છે અને લાલબત્તી સમાન પણ કિસ્સો છે. અત્યારના સમયમાં જે રીતે બાળકોને સાચવવા માટે વાલીઓ તેમને મોબાઈલ આપી દેતા હોય છે અને તેમાં બાળકો રમત અથવા તો અન્ય કોઈ ચીજવસ્તુ કે વીડિયો જાેતા હોય છે ત્યારે આ રીતે હવે મોબાઈલ આપવો પણ જાેખમી સાબિત થઈ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.