ફોર્ચ્યુનની યાદીમાં અદાર પૂનાવાલાને ટોપ ૧૦માં સ્થાન
અદાર પૂનાવાલાને પ્રતિષ્ઠિત મેગેઝીન ફોર્ચ્યુને દુનિયાના પચાસ મહાન લિડર્સની યાદીમાં સામેલ કર્યા છે
વોંશિંગ્ટન: કોરોના સામે જંગમાં રસી રૂપી હથિયાર આપનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાને પ્રતિષ્ઠિત મેગેઝીન ફોર્ચ્યુને દુનિયાના ૫૦ મહાન લીડર્સની સૂચિમાં સામેલ કર્યા છે. ખાસ વાત એ છે કે પૂનાવાલાને ટોપ ૧૦માં જગ્યા મળી છે. તેઓ ટોપ ૧૦માં આવનારા એકમાત્ર ભારતીય છે. ફોર્ચ્યુને નવી યાદી બહાર પાડી છે. જેમાં કોરોનાને સારી રીતે પહોંચી વળનારા ન્યૂઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ન પણ છે. ફોર્ચ્યુન મેગેઝીને યાદીમાં ન્યૂઝિલેન્ડના પ્રધાનમંત્રી પહેલું સ્થાન મળ્યું છે.
ફોર્ચ્યુને કોરોના મહામારીને પહોંચી વળવા માટે તેમના દ્વારા લેવાયેલા પગલાના વખાણ કર્યા છે. બીજા નંબર પર કોરોના રસીના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનારા અને ત્રીજા નંબરે ના અધ્યક્ષ અને સીઈઓ ડેનિયલ એચ શુલમેન છે. અદાર પૂનાવાલ માટે ફોર્ચ્યુન મેગેઝીને લખ્યું છે કે પૂનાવાલાને વૈશ્વિક કોરોના મહામારી ખતમ કરવાની દિશામાં રસી ઉપલબ્ધ કરાવવા માટે ઓળખવામાં આવે છે. પૂનાવાલા ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટના પ્રમુખ છે. જે દુનિયાની સૌથી મોટી રસી નિર્માતા કંપની છે.
પૂનાવાલીની કંપની વૈશ્વિક રસી ઈક્વિટીમાં પણ પ્રદાન કરી રહી છે. જેનાથી ઈન્ફ્લૂએન્ઝા, ઓરી, અને ટિટનસ જેવી બીમારીઓ સામે લડવા માટે ઓછા ખર્ચે રસી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. મેગેઝીને આગળ લખ્યું છે કે હવે ને આવારા વર્ષોમાં ૨ બિલિયન રસી ડોઝ આપવાનું વચન આપ્યું છે.
જે નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોને રસી પ્રદાન કરવાની એક વૈશ્વિક પહેલ છે. નોંધનીય છે કે સીરમ ઈન્સ્ટિટ્યૂટે કોવિશીલ્ડ નામથી રસી બનાવી છે. આ ઉપરાંત ભારતમાં ભારત બાયોટેકની કોવેક્સીન પણ ઉપયોગમાં લેવાઈ રહી છે. રસીની કમીને લઈને અદાર પૂનાવાલાએ કહ્યું કે આગામી થોડા સમયમાં સ્થિતિ સારી થવાની આશા છે.