ફોર્ચ્યુનર ગાડી ચોરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
:અમદાવાદ બાપુનગરના સંજય ભદોરીયાને સ્વીફ્ટ કાર સાથે મોડાસા પોલીસે ઝડપ્યો
ગુજરાત,ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ફોર્ચ્યુનર ગાડી ચોરતી આંતરરાજ્ય ગેંગના એક આરોપીને મોડાસા ટાઉન પોલીસે બાતમીના આધારે ચાર રસ્તા ખાતેથી સ્વીફ્ટ કાર સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અમદાવાદ બાપુનગર નવલખો બંગલામાં રહેતો સંજય વિનોદસિંહ ભદોરિયા અન્ય લકઝુરિયસ કાર ચોરી કરતા ત્રણ શખ્શો સાથે ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ફોર્ચ્યુનર કારની ચોરી કરતા હતા સંજય ભદોરીયા મોડાસા શહેરના કલ્પતરૂ સોસાયટી માંથી પણ ફોર્ચ્યુનર કારની ચોરીનો મુખ્યસુત્રધાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું ટાઉન પોલીસે આંતરરાજ્ય ગેંગના અન્ય ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
મોડાસા ટાઉન પીઆઈ સી પી વાઘેલા અને તેમની ટીમે થોડા મહિના અગાઉ મોડાસામાંથી ફોર્ચ્યુનર ગાડી ચોરી કરનાર મુખ્યસૂત્રધાર સંજય વિનોદસીંહ ભદોરીયા સ્વીફ્ટ કારમાં મોડાસા ચાર રસ્તા થઇ રાજસ્થાન તરફ જવાનો હોવાની બાતમી મળતા ટાઉન પોલીસે તાબડતોડ મોડાસા ચાર રસ્તા પર નાકાબંધી કરી બાતમી આધારિત સ્વીફ્ટ કાર (ગાડી.નં-GJ 27 BS 4964) પસાર થતા કોર્ડન કરી અટકાવી સંજય ભદોરિયાની ધરપકડ કરી મોડાસા શહેરમાંથી ચોરી થયેલ ફોર્ચ્યુનર ગાડી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો હતો
મોડાસા શહેરમાં ફોર્ચ્યુનર ગાડી ચોરીની ઘટનામાં સંડોવાયેલ ઉત્તરપ્રદેશ આગ્રા નજીક ઉમરેઠા ગામના પ્રવિણસિંહ અજયપાલ ભદોરિયા તેમજ કાલુ નામનો અને અન્ય એક અજાણ્યો ગેંગના આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
શું હતો સમગ્ર મામલો અને ચોરી કરેલ ફોર્ચ્યુનર માલિકે જાત મહેનત જિંદાબાદથી કઈ રીતે પરત મેળવી તે વાંચો
મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલી કલ્પતરૂ સોસાયટીમાં ઘર નજીક પાર્ક કરેલી ફોર્ચ્યુનર ગાડી ગત રવિવારે રાત્રીના સમયે ચોર ટોળકી લઈ પલાયન થઇ જતા ઘર નજીક પાર્ક કરેલી ૨૫ લાખની એસયુવી ગાડી ચોરાતાં કાર માલિક સહીત મોડાસા શહેરમાં ભારે ચકચાર મચી આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરેલ ફોર્ચ્યુનર ગાડીની તપાસ હાથધરી હતી
ફોર્ચ્યુનર ગાડીના માલિક નિર્મલ ચૌધરી અને તેમના મિત્રોએ ચોરી થયેલ ગાડીની શોધખોળમાં જોતરાઈ ગયા હતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના ત્રણ કર્મીઓ સાથે રાખી આખરે ૭ દિવસની ભારે શોધખોળ પછી ભરતપુર નજીક આવેલ યુપીની સરહદ પરથી ફોર્ચ્યુનર ગાડી બિનવારસી હાલતમાં શોધી કાઢી હતી