ફોર્ચ્યુન ઇન્ડિયા દ્વારા ટોપ 500 કંપનીઓમાં કલ્યાણ જ્વેલર્સે સ્થાન મેળવ્યું
પ્રતિષ્ઠિત ફોર્ચ્યુન 500 લિસ્ટમાં પહેલી વાર પ્રવેશ મેળવ્યો અને #164મું સ્થાન મેળવ્યું
કેરળમાં પબ્લિક-લિસ્ટેડ કંપનીઓ વચ્ચે ત્રીજો રેન્ક મેળવ્યો અને રાષ્ટ્રીય સ્તરે જ્વેલરી ઉદ્યોગમાં બીજું સ્થાન મેળવ્યું
થ્રિસ્સૂર, ભારતની સૌથી વિશ્વસનિય અને અગ્રણી જ્વેલરી બ્રાન્ડ કલ્યાણ જ્વેલર્સે પ્રતિષ્ઠિત ફોર્ચ્યુન ઇન્ડિયા 500 લિસ્ટમાં પહેલીવાર સ્થાન મેળવ્યું છે. માર્ચ, 2021માં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર સફળતાપૂર્વક લિસ્ટિંગ થયા પછી ફોર્ચ્યુન ઇન્ડિયાએ કંપનીને સંપૂર્ણ યાદીમાં કંપનીને 164મું સ્થાન આપ્યું છે અને કેરળમાંથી પબ્લિક-લિસ્ટેડ કંપનીઓ વચ્ચે ત્રીજું સ્થાન આપ્યું છે.
ફોર્ચ્યુન ઇન્ડિયા 500 લિસ્ટ દર વર્ષે ભારતમાં પબ્લિક-લિસ્ટેડ કંપનીઓને વેચાણ અને કુલ આવકના આંકડાઓના વિગતવાર વિશ્લેષણને આધારે રેટિંગ આપીને નિર્ણાયક રેન્ક આપે છે. ફોર્ચ્યુન ઇન્ડિયા દ્વારા વર્ગીકૃત કર્યા મુજબ કલ્યાણ જ્વેલર્સને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં બીજું સ્થાન મળ્યું હતું. આ ભારત અને પશ્ચિમ એશિયામાં કંપનીના વધતા પ્રભુત્વને દર્શાવે છે.
વર્ષ 2019માં કલ્યાણ જ્વેલર્સને ડેલોઇટ્ટની દુનિયાની ટોપ 100 લક્ઝરી બ્રાન્ડની યાદીમાં પણ સ્થાન મળ્યું હતું. આ યાદીમા બ્રાન્ડે 35મું અને ભારતીય લક્ઝરી બ્રાન્ડમાં બીજું સ્થાન મળ્યું હતું.
કલ્યાણ જ્વેલર્સની સ્થાપના વર્ષ 1993માં થઈ હતી, જે દેશના વિવિધ વિસ્તારોમાં ગ્રાહકોના બહોળા વર્ગોને ઉત્પાદનો પૂરાં પાડે છે. ભારતમાં 21 રાજ્યોમાં કામગીરી સાથે કલ્યાણ જ્વેલર્સે ભારતમાં 120 અને પશ્ચિમ એશિયામાં 30 શોરૂમ સાથે બ્રાન્ડની કામગીરી સતત વધારી છે. ભારતીય જ્વેલરી ઉદ્યોગમાં 28 વર્ષ પૂર્ણ કરવા ઉપરાંત કંપની ભારતમાં પોતાની માલિકીની 100થી વધારે શોરૂમ ધરાવતી એકમાત્ર જ્વેલરી બ્રાન્ડ છે.