ફોર્મ્યુલા ભારત ૨૦૨૦માં ભાગ લેવા માટે GTUની ટીમ સજ્જ
કોઇમ્બતુર, તમિલનાડુ ખાતે ૨૨ જાન્યુઆરીએ યોજાનાર ફોર્મ્યુલા ભારત ૨૦૨૦ માં ભાગ લેવા માટે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU) ની ટીમ સજ્જ છે. GTU સંલગ્ન કોલેજોમાંથી એકત્ર થયેલા ૪૦ વિદ્યાર્થીઓની ટીમે આ માટે રેસિંગ કાર બનાવી હતી જેને ગઇકાલે લોન્ચ કરવામાં આવી હતી. આ કાર ફોર્મ્યુલા વનની સમકક્ષ છે. નોંધનીય છે કે GTU ની ટીમ ગયા વર્ષે પણ આ કોમ્પીટીશનમાં વિજેતા રહી હતી