ફ્રાંંસના પ્રેસિડેન્ટ મૈક્રોં સ્પાઈવેર પેગાસસના સંભવિત ટાર્ગેટમાં સામેલઃ રિપોર્ટ
પેરિસ: ફ્રાંસના પ્રેસિડેન્ટ ઈમૈન્યુઅલ મૈક્રો અને તેમની સરકારની શીર્ષ સભ્યો દ્વારા ઉપયોગ કરાતા ફોન નંબર સ્પાઈવેર પેગાસસના સંભાવિત ટાર્ગેટમાં સામેલ હતા. પેગાસસના સંભવિત ટાર્ગેટ નંબરોની યાદી લીક કરનાર એનજીઓએ મંગળવારે આ જાણકારી આપી.
ફૉરબિડેન સ્ટોરીજના પ્રમુખ લૉરેંટ રિચર્ડે એલસીઆઇ ટેલીવિઝનને કહ્યું કે, ‘અમને આ નંબર મળ્યા પરંતુ હજી સ્પષ્ટ રપે ઈમેન્યૂઅલ મૈક્રોંના ફોનનું વિશ્લેષણ નથી કરી શક્યા કે શું તેમનો ફોન મેલવેરથી સંક્રમિત હતો કે નહી.’ તેમણે કહ્યુ્ં કે આ દેખાડે છે કે આવું કરવામાં કોઈને રૂચિ હતી. મૈક્રોંના કાર્યાલયના એક પ્રવક્તાએ કહ્યું કે- જાે આ તથ્ય સાબિત થઈ જાય છે તો આ સ્પષ્ટ રૂપે બહુ ગંભીર છે.
પેરિસ સ્થિત નૉન-પ્રોફિટેબલ મીડિયા સંસ્થા ફૉરબિડન સ્ટોરીજ અને એમનેસ્ટી ઈન્ટરનેશનલ પાસે શરૂમાં લીક થયેલ નંબર સુધી પહોંચ હતી, જે બાદ તેમણે ધી વૉશિંગ્ટન પોસ્ટ, ધી ગાર્ડિયન અને લે મોંડે સહિત મીડિયા સંગઠનો સાથે શેર કર્યા. આ દેશમાં કોઈ સુરક્ષિત નહીં, માત્ર ૫૦૦ રૂપિયામાં તમારો ફોન હેક થઈ જાય!આ દેશમાં કોઈ સુરક્ષિત નહીં, માત્ર ૫૦૦ રૂપિયામાં તમારો ફોન હેક થઈ જાય!
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે મૈક્રોંનો ફોન એવા ૫૦ હજાર લોકોમાંથી એક હતો, જેમના વિશે માનવામાં આવી રહ્યું છે કે ૨૦૧૬ બાદથી ઈઝરાયલી ફર્મ એનએસઓ, જેણે પેગાસસ સાઈબર-દેખરેખની ટેક્નોલોજી બનાવી, ના ગ્રાહકો દ્વારા પીપુલ ઑફ ઈન્ટરેસ્ટના રૂપમાં ઓળખવામાં આવ્યા છે.
જેના દ્વારા દુનિયાભરના કાર્યકર્તાઓ, પત્રકારો અને રાજનેતાઓને નિશાન બનાવવામાં આવ્યા છે જેને પગલે વ્યાપકપણે ગોપનીયતા અને અધિકારોના હનનની આશંકાને બળ મળે છે.લીક સુધી પહોંચ રાખનાર સમાચાર ન્યૂજ આઉટલેટ્સે કહ્યું કે જે લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા, તેમના વિશે આગામી દિવસોમાં વધુ જાણકારી મળશે.