Western Times News

Gujarati News

ફ્રાંસના એરબેસથી રાફેલ વિમાન ભારત આવવા રવાના

નવી દિલ્હી: આખરે પ્રતિક્ષા પુરી થઈ. દુનિયાના સૌથી તાકતવર લડાકૂ વિમાન રફાલ ભારત આવવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે ફ્રાંસના એરબેસથી રફાલ વિમાન ભારત માટે ઉડશે. ૭૩૬૪ કિલોમીટરની હવાઇ યાત્રા પુરી કરીને ૫ રાફેલ વિમાન બુધવારે અંબાલા એરબેસ પહોંચશે અને સૌથી ખાસ વાત એ છે કે ભારતીય વાયુસેનાના ફાયટર પાયલટ પોતે રફાલ ઉડાવીને ભારત લાવી રહ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે આગામી આ વિમાનોની તૈનાતી ચીન સાથે વિવાદને ધ્યાનમાં રાખી કરવામાં આવશે. ભારતે સપ્ટેમ્બર ૨૦૧૬માં ફ્રાંસ સાથે ૩૬ રાફેલ લડાકૂ વિમાનની ડીલ કરી હતી. આ ડીલ લગભગ ૫૯,૦૦૦ કરોડ રૂપિયાની છે. જાણકારી અનુસાર વિમાન ફ્રાંસથી ઉડાન ભર્યા બાદ યૂએઇના અલ ડાફરા એરબેસ પર રાફેલ ઉતરશે. અહીં ઇંધણથી લઇને બાકી તમામ ટેક્નિકલ ચેકઅપ બાદ રાફેલ સીધા ભારત માટે ઉડાન ભરશે અને અંબાલા એરબેસ પહોંચશે.

કંપનીના કરાર અનુસાર કુલ ૩૬ અને પાયલોટને રાફેલને ઉડાવવાની ટ્રેનીંગ આપવામાં આવશે. આ વિમાનોને ભારતીય પાયલોટ જ ઉડાવીને લાવશે. જાણકારી અનુસાર આમ તો પહેલી ખેપમાં તમામ ૧૦ લડાકૂ વિમાનોની ડિલીવરી થવાની હતી, પરંતુ વિમાન તૈયાર ન થવાથી હાલ પાંચ વિમાન જ ભારત પહોંચી રહ્યા છે.

આ સંબંધમાં ભારતીય રક્ષામંત્રી રાજનાથ સિંહે ૨ જૂનના રોજ ફ્રાંસની રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લે સાથે વાત કરી હતી. આ દરમિયાન ફ્રાંસે વિશ્વાસ અપાવ્યો હતો કે ભારતને મળનાર રાફેલ લડાકૂ વિમાનની ડિલીવરીના સમયસર થશે, કોરોના સંકટની સર તેના પર નહી પડે. ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે રાફેલને ભારત ભારત પહોંચડવા ખૂબ મહત્વપૂર્ણ છે. તેનાથી ભવિષ્યમાં રાફેલ વિમાનોની ડિલીવરીમાં પણ તેજી આવવાની સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.