ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન પણ કોરોના પોઝિટિવ
નવી દિલ્હી, યુરોપમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને તેના કારણે ઘણા દેશો પ્રભાવિત થયા છે.આ દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ કોરોનાથી સંક્રમિત થયા છે.
કોરોનાના કારણે પ્રભાવિત થયેલા મોટા ગજાના નેતાઓની યાદીમાં હવે મેક્રોનનુ નામ પણ જોડાઈ ગયુ છે.આ અંગે તેમની ઓફિસે એક નિવેદન બહાર પાડીને કહ્યુ છે કે, મેક્રોન હાલમાં ક્વોરેન્ટાઈન થયા છે અને સાત દિવસ માટે તેઓ અલગ રહેશે તથા આ દરમિયાન પોતાનુ કામ ચાલુ રાખશે.
ફ્રાંસમાં અત્યાર સુધીમાં 24 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને લગભગ 60000 લોકોના મોત થઈ ચુક્યા છે.આ પહેલા કોરોના સંક્રમિત થયેલા મોટા ગજાના નેતાઓમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ, બ્રિટનના પીએમ બોરિસ જોનસન તથા ભ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારોનો પણ સમાવેશ થાય છે.
ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 99 લાખને વટાવી ચુકી છે અને 1.44 લાખથી વધારે લોકોના કોરોનાથી મોત નીપજી ચુક્યા છે.