Western Times News

Gujarati News

ફ્રાંસની અદાલતે ભારત સરકારની ૨૦ સંપત્તિઓ ટાંચમાં લેવાના આદેશ આપ્યા

લંડન, બ્રિટનની કેયર્ન એનર્જી કંપનીએ ૧.૭ અબજ અમેરિકન ડોલરનુ વળતર વસૂલ કરવા માટે ફ્રાંસની એક કોર્ટમાંથી ફ્રાંસમાં આવેલી ભારત સરકારની ૨૦ પ્રોપર્ટી જપ્ત કરવાનો આદેશ મેળવ્યો છે. સૂત્રોના કહેવા પ્રમાણે ફ્રાંસની કોર્ટે ૧૧ જુને આ આદેશ કેયર્ન એનર્જી કંપનીને આપ્યો હતો.આ પ્રોપર્ટીઓમાં મોટાભાગે ફ્લેટ છે અને તેને લગતી કાયદાકીય પ્રક્રિયા બુધવારે પૂરી કરવામાં આવી છે.

ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન કોર્ટે ગયા ડિસેમ્બર મહિનામાં ભારત સરકારને આદેશ આપ્યો હતો કે, તે કેયર્ન એનર્જીને ૧.૨ અબજ ડોલરથી વધારે વ્યાજ અને વળતર આપે.આ આદેશ ભારત સરકારે સ્વીકાર્યો નહોતો.હવે કેયર્ન એનર્જીએ ભારત સરકારની સંપત્તિ જપ્ત કરીને આ રકમ વસુલ કરવા માટે વિદેશોની કોર્ટોમાં અપીલ કરી છે.

કેયર્ન એનર્જી સરકાર પાસે પૈસા મેળવવા માટે ધમપછાડા કરી રહી છે અને તેણે ભારત સરકારની વિદેશોમાં સ્થિત ૭૦ અબજ ડોલરની પ્રોપર્ટીની ઓળખ કરેલી છે.દુનિયાના ઘણા દેશોમાં કેયર્ન એનર્જીએ ભારત સરકાર સામે કેસ કર્યા છે.

પણ જાણકારોનુ માનવુ છે કે, ફ્રાંસની કોર્ટના આદેશ પ્રમાણે જાે કેયર્ન એનર્જી તરફથી પ્રોપર્ટી જપ્ત કરવાની કાર્યવાહી થશે તો તેને ભારત સરકારે કોર્ટમાં પડકારવી પડશે.આ અપીલનો ચુકાદો ના આવે ત્યાં સુધી ભારત સરકારે કેયર્ન એનર્જીને બેન્ક ગેરન્ટી આપવી પડશે.જાે કોર્ટમાં કેયર્ન એનર્જી જીતી જશે તો આ રકમ કંપનીને મળશે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.