ફ્રાંસમાં એક દિવસમાં કોરોનાના ૧૩ હજાર કેસ
લંડન, દુનિયામાં કોરોના સંક્રમિતોનો આંકડો ૩.૧ કરોડને પાર કરી ગયો જયારે મૃતકોની સંખ્યા ૯.૬૨ લાખથી વધુ થઇ ગઇ છે. આ દરમિયાન યુરોપમાં ફરી એકવાર કોરોના સંક્રમિતના મામલામાં તેજીથી વધી રહી છે. બ્રિટેન બાદ હવે ફ્રાંસમાં કોરોનાનું બીજુ પ્રચંડ રૂપ જોવા મળી રહ્યું છે. દેશમાં કોરોનાના ૧૩,૫૦૦થી વધુ નવા મામલા દાખલ કરવામાં આવ્યા ફ્રાંસની અર્થવ્યવસ્થા મંત્રી બ્રુનો લી મેરીએ પણ ટ્વીટ કરી ખુદને કોરોના સંક્રમિત થવાની માહિતી આપી છે.
રિપોર્ટ અનુસાર ફ્રાંસમાં આ સતત બીજાે એવો દિવસ છે જયારે સંક્રમણના ૧૩ હજારથી વધુ નવા મામલા સામે આવ્યા છે ફ્રાંસ સરકારે માન્યુ છે કે ઓગષ્ટમાં દેશના મોટાભાગના સંક્રમણ પર કાબુ મેળવી લીધો હતો પરંતુ સપ્ટેમ્બરમાં મામલા ફરીથી તેજીથી વધી ગયા દક્ષિણી ફ્રાંસના એસોન વિસ્તારની એક હોસ્પિટલમાં ખુબ સંખ્યામાં નવા મામલા આવ્યા છે ફ્રાંસમાં ૩૧,૨૭૪ લોકોના મોત થઇ ચુકયા છે ગત ૨૪ કલાકમાં ૨૬ લોકોના મોત નિપજયા છે.મહામારી પ્રતિબંધોની વિરૂધ્ધ લંડનમાં ભારે વિરોધ પ્રદર્શનો પણ થયા છે પોલીસના જણાવ્યા અનુસાર ૩૨થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે બે પોલીસ કર્મચારીઓને ઇજા પણ થઇ છે.
નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફજઇએ કહ્યું કે કોરોના સંકંટના ખતમ થયા બાદ પણ દુનિયાભરમાં લગભગ ૨ કરોડ યુવતીઓ હજુ પણ સ્કુલ પાછી ફરી શકી નથી સંયુકત રાષ્ટ્ર મહાસભાના એક કાર્યક્રમની બહાર મલાલાએ કહ્યું કે કોરોના આપણા સામૂહિક લક્ષ્ણો જેવા કે મહિલાઓને શિક્ષિત કરવા માટે એક મોટો આંચકો છે.HS