ફ્રાંસમાં લોકડાઉનના પહેલા દિવસે માર્ગો સુનસાન રહ્યાં
પેરિસ, ફ્રાંસ સરકારે કોરોના વાયરસના મામલામાં ફરીથી થઇ રહેલ તેજી આવ્યા બાદ દેશમાં ચાર અઠવાડીયાનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. લોકડાઉનના પહેલા દિવસે માર્ગો પર ઓછા લોકો જાેવા મળી રહ્યાં હતાં. સાત મહીનામાં બીજીવાર લાગુ લોકડાઉન હેઠળ લોકોને ઘરોમા રહેવાનું અને બહાર ન નિકળવાનું કહેવામાં આવ્યું છે વ્યાયામ માટે એક કલાક બહાર જવા કે સારવાર અથવા જરૂરી સામગ્રી માટે દુકાનમાં જવાની મંજુરી આપવામાં આવી છે.
લોકડાઉનના પહેલા દિવસે માર્ગો સુનસાન જાેવા મળી હતી જાે કે કેટલાક લોકો ઘરોની બહાર નિકળ્યા હતાં રેસ્ટોરન્ટ અને કૈફેનં બંધ કરી દેવામાં આવ્યા છે ફકત સુપરમાર્કેટમાં જ લોકોની ચહલ પહેલ જાેવા મળી કારણ કે ત્યાં લોકો જરૂરી સામાગ્રી ખરીદવા માટે પહોંચ્યા હતાં.
રાજધાની પેરિસમાં પણ માર્ગો ખાલી જાેવા મળી હતી સામાન્ય રીતે અઠવાડીયાની શરૂઆત થતાં જ માર્ગો પર ગાડીઓની અવરજવર વધી જાય છે. અનેક લોકો અઠવાડીયાના અંતે રજા મનાવવા માટે પોતાના ઘરે ચાલ્યા જાય છે રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મૈક્રોએ કહ્યું કે સોમવારથી રજાઓથી ઘરે જતા લોકો પ્રત્યે પ્રશાસન ઉદાર વલણ દાખવશે પરંતુ ખોટી રીતે બહાર નિકળનારાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.HS