ફ્રાંસ કબૂતરબાજી પ્રકરણઃ CID ક્રાઈમે ૮ લોકોના નિવેદન લીધા
અન્ય ૫૦ ટૂંક સમયમાં ગુજરાત પરત ફરશે
આ સમગ્ર ડીલ ૪૦ લાખથી લઇને સવા કરોડ સુધીની નક્કી થઇ હતી, દરેક મુસાફરો અમેરિકા પહોંચી જાય તે બાદ નક્કી કરવામાં આવેલા રેટ આપવાના હતા
અમદાવાદ, ફ્રાંસ કબૂતરબાજી પ્રકરણમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમગ્ર મામલે CID ક્રાઈમે ૮ લોકોના નિવેદન લીધા છે. જ્યારે અન્ય પ્રવાસીઓના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. બીજી બાજુ, અન્ય ૫૦ ગુજરાતીઓ ટૂંક સમયમાં વિદેશથી ગુજરાત આવશે.
આ સાથે જ કબૂતરબાજીના એજન્ટો સુધી પહોંચવાના પ્રયાસ કરાઇ રહ્યા છે. ૪૦ લાખથી ૧.૨૫ કરોડમાં અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીની ડીલ થઈ હતી. માહિતી અનુસાર, આ સમગ્ર ડીલ ૪૦ લાખથી લઇને સવા કરોડ સુધીની નક્કી થઇ હતી. દરેક મુસાફરો અમેરિકા પહોંચી જાય તે બાદ નક્કી કરવામાં આવેલા રેટ આપવાના હતા.
સાથો સાથ અન્ય જે ૫૦ ગુજરાતી છે જે આવી રીતે વિદેશ ગયા હતા. તે લોકો ટૂંક સમયમાં ભારત આવે તે પ્રકારની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. હાલ ફ્રાન્સથી જે લોકો ગુજરાત આવી ચૂક્યાં છે, તેમાંથી ૮ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા બીજા લોકોના નિવેદન લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જોકે, એજન્ટોના નામ પણ સીઆઇડી ક્રાઇમ પાસે આવી ગયા છે. પરંતુ પૂરાવા એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે. ટૂંક સમયમાં ફરિયાદ દાખલ કરીને મોટી કાર્યવાહી સીઆઇડી ક્રાઇમ કરશે તે પ્રકારના સમાચાર પણ સામે આવી રહ્યા છે. માહિતી અનુસાર, અન્ય ૫૦ લોકો પરત આવી શકે છે. તે લોકો ટૂરિસ્ટ વિઝા પર ગયા હતા. તે લોકોના નિદેવન લેવાની કામગીરી પણ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવશે.ss1