ફ્રાંસ કોરોના સંકટમાં ભારત માટે કોઇ પણ મદદ કરવા તૈયાર
પેરિસ: કોરોનાના સંકટ વચ્ચે ફ્રાંસે ભારતની સાથે ઉભા રહેવાની વાત રહી છે ફ્રાંસે કહ્યું કે તે આ સંકટના દૌરમાં ભારતને કોઇ પણ રીતની મદદ કરવા માટે તત્પર છે.ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મૈક્રોંએ કહ્યું કે હું ભારતના લોકોની સાથે ઉભા રહેવાનો સંદેશ આપવા માંગુ છું.કોરોની આ નવી લહેરને કારણ મોટો સંકટ ઉભો થઇ ગયો છે આ સંબંધમાં ફ્રાંસ તમારી સાથે છે અમે તમને કોઇ પણ રીતની મદદ આપવા માટે તૈયારી છીએ ભારતને રાફેલ ફાઇટર જેટ વેચનાર ફ્રાંસે આતંકવાદ સહિત અનેક મામલામાં પહેલા પણ ભારતની સાથે હોવાની વાત કહી છે.
ભારતમાં પુલવામા આતંકી હુમલો અને ફ્રાંસમાં શાર્લી હેબ્દો મેગજીનની કચેરી પર એટેક દરમિયાન પણ બંન્ને દેશો એક બીજા પ્રત્યે પોતાનું સમર્થન બતાવ્યું હતું. ફ્રાંસના રાષ્ટ્રપતિ અનેકવાર કહી ચુકયા છે કે આતંકવાદથી લડાના મામલામાં ભારત અને ફ્રાંસ એક જેવી સ્થિતિમાં જ છે.
આ ઉપરાંત સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીન તરફથી ભારતની વિરૂધ્ધ પ્રસ્તાવ લાવવાનો પણ ફ્રાંસે વિરોધ કર્યો હતો જાે કે પડોસી દેશ પાકિસ્તાનની સાથે ફ્રાંસના સંબંધો પોતાના નીચલા સ્તર પર છે.તાજેતરમાં ફ્રાંસે પેગંબરના કાર્ટૂનને લઇ પાકિસ્તાનમાં ફેલાયેલી હિંસા બાદ પોતાના રાજદ્વારીને પાછા બોલાવ્યા હતાં. પાકિસ્તાનમાં ભારે હિંસા ફેલાઇ હતી.