ફ્રાંસ સરકારે બીજીવાર હેલ્થ ઇમરજન્સી લગાવી
ફ્રાંસ: દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસ સંક્રમણ પ્રકોપ અનેક લોકોની મૃત્યુનું કારણ બની રહ્યો છે. પણ કેટલાક દેશ તેવા પણ છે જ્યાં હવે કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે. આ સ્થિતિને જોતા ફ્રાંસને મોટી જાહેરાત કરી છે. ફ્રાંસ સરકારે દેશમાં હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. ફ્રાંસમાં બીજી વાર હેલ્થ ઇમરજન્સી લગાવવામાં આવી છે. જેથી કોરોના વાયરસ સંક્રમણથી બચી શકાય. અને ઓછામાં ઓછા લોકોને આ સંક્રમણથી સંક્રમિત થતા રોકી શકાય. પ્રાપ્ત જાણકારી મુજબ હેલ્થ ઇમરજન્સીથી ફ્રાંસ સરકારને કોરોના વાયરસથી લડવા માટે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તર પર મોટા પગલા ઉઠાવવાના અધિકાર મળશે.
ફ્રાંસે આ પહેલા કોરોના વાયરસથી બચવા માટે માર્ચમાં ઇમરજન્સી લગાવી હતી. આ હેઠળ સરકારે કોરોના સંક્રમણની વિરુદ્ધ લોકો પર અનેક પ્રતિબંધો મૂક્યા હતા. અને સરકારે લોકોને ઘરે જ રહેવાની સલાહ આપી હતી. જો કે ૧૦ જુલાઇને તેને બંધ કરવામાં આવી હતી. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રાંએ બુધવારે એક ટીવી ઇન્ટરવ્યૂમાં હેલ્થ ઇમરજન્સીની હેઠળ દેશમાં મોટા પ્રતિબંધો મૂકવાની જાહેરાત કરી હતી.
મોટા ભાગના લોકોનું માનવું હતું કે પેરિસ અને અન્ય તેવી જગ્યાઓ પર રાતે કર્ફ્યૂ લગાવાની પણ જાહેરાત કરી શકે છે. કોરોના વાયરસનું સંક્રમણ વધતા રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રાંએ કહ્યું કે અમારે પગલાં ઉઠાવવા પડશે, અમે કોરોના વાયરસથી વધતો રોકવાની તાતી જરૂર છે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. અનેક દેશોમાં તેની બીજી લહેર પણ જોવા મળી છે. ભારતની જ વાત કરીએ તો કોવિડના ટોટલ કંફર્ન્મ કેસ ૭,૨૩૯,૩૮૯થી વધુ થયા છે અને મૃત્યુઆંક ૧૧૦,૫૮૬ સુધી પહોંચ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા પણ ૮૨૬,૮૭૬ને પાર થઇ ગઇ છે.