ફ્રાન્સની મહિલાએ પળવારમાં ૪૩ કરોડ રૂપિયાના હીરાની ચોરી કરી

મુંબઈ, અંદાજે ૪.૨ મિલીયન એટલે કે ૪૩ કરોડ રૂપિયાના હીરાની ચોરી કરનાર ૬૦ વર્ષની મહિલા પાસેથી માત્ર ૨૫૦ પાઉન્ડ એટલે કે ૨૫૦૦૦ રૂપિયા જ મળ્યા છે. હોલીવુડની ‘હેઈસ્ટ’ ફિલ્મ પરથી પ્રેરણા લઈ થયેલી આ ચોરીની ઘટનાની મુખ્ય દોષી ૬૦ વર્ષની મહિલા લુલુ લુકાટોસને સાડા પાંચ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.
એક અમીર રશિયન ખરીદદાર તરફથી તે એક જેમ્સ એકસપર્ટ તરીકે લકઝરી મેફેર જવેલર્સને ત્યાં ગઈ હતી, જયાં તેણે સાત ડાયમન્ડની અદલાબદલી કરી હતી. ૨૦૧૬ની ૧૦ માર્ચના સીસીટીવી કેમેરા ફુટેજમાં દેખાય છે કે મહિલાએ હાથચાલાકી કરીને પલકવારમાં પર્સની અદલાબદલી કરી લીધી હતી.
દુકાન છોડતાં પહેલાં મહિલાએ પોતાના અસલી હીરાની બેગ એક અજાણી મહિલાને આપી દીધી હતી અને એની પાસેથી બેગ લઈને આંતરરાષ્ટ્રીય ગેંગ માત્ર ત્રણ કલાકમાં બ્રિટન છોડીને ફ્રાન્સ જતી રહી હતી. જાે કે સ્ટોરમાલિકે બીજા દિવસે પર્સ ખોલતાં એમાંથી પથરા નીકળ્યા હતા. શુક્રવારે સુનાવણી દરમ્યાન મહિલાને ફ્રાન્સમાંથી બ્રિટન પ્રત્યાર્પણ કરવામાં આવે એવી શકયતા છે.
સ્ટોરમાં મહિલા પર ધ્યાન રાખનારે કહ્યું હતું કે ‘હું તેની દરેક ગતિવિધિ પર બાજનજર રાખતો હતો, પરંતુ રશિયાથી એક ખોટો કોલ આવ્યો જેમાં મારું ધ્યાનભંગ થયું અને પર્સ બદલાઈ ગયું હતું.HS