Western Times News

Gujarati News

ફ્રાન્સમાં જાસૂસીના આરોપમાં ગૂગલ અને ફેસબૂકને 1,747 કરોડનો દંડ

સાનફ્રાન્સિસ્કો, ગૂગલ અને ફેસબૂક જેવી ટોચની ટેકનોલોજી કંપનીઓ પર કેટલાક લોકોએ જાસૂસીનો આરોપ લગાવ્યો છે. તેના લીધે બંને કંપનીઓને 1,747 કરોડ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફ્રાન્સના વોચડોગ કમિશન સીએનઆઇએલ તરફથી ગૂગલ પર 1,261 કરોડ અને ફેસબૂક પર 504 કરોડ રૃપિયાનો દંડ લગાવવામાં આવી શકે છે. બંને પર ડેટા પ્રાઇવસીના નિયમના ભંગનો આરોપ છે.

બંને ટેકનોલોજી કંપનીઓ સીએનઆઇએલના આદેશનો ત્રણ મહિનામાં અમલ ન કરી શકી તો પર પ્રતિ દિન એક લાખ યુરોના હિસાબે વધારાનો દંડ પણ લગાવાઈ શકે છે.

મેટાના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું છે કે તેમના તરફથી આ બાબતની સમીક્ષા કરવામાં આવી રહી છે. તેમણે વચન આપ્યું કે કંપની આ મામલામાં યોગ્ય પગલું ઉઠાવશે. મેટાના દાવા મુજબ તેના તરફથી કૂકિંગ ટ્રેકિંગને નિયંત્રિત કરવા માટે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સના સેટિંગમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અહીંથી યુઝર્સ કૂકિંગ ટ્રેકિંગનો વિકલ્પ બ્લોક કરી શકે છે.કંપનીના જણાવ્યા મુજબ તે આગળ પણ આ મોરચે સુધારો જારી રાખશે.  જો કે ગૂગલે આ અંગે હજી સુધી કોઈ ટિપ્પણી કરી નથી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ડિસેમ્બર 2020માં સીએનઆઇએલ એમેઝોન અને ગૂગલને કૂકીઝના ઉલ્લંઘન માટે 3.5 કરોડ યુરો અને દસ કરોડ યુરોનો દંડ ફટકારી ચૂક્યું છે. ગૂગલ પર આ ઉપરાંત જનરલ ડેટા પ્રોટેક્શન  (જીડીપીઆર)ના નિયમ હેઠળ પાંચ કરોડ યુરોનો દંડ પણ ફટકાર્યો હતો. ઝેડનેટના અહેવાલ મુજબ વોટ્સએપને પણ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 22.5 કરોડ યુરોનો દંડ ફટકારાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.