ફ્રાન્સમાં ફરી દેશવ્યાપી કર્ફ્યુ, અમેરિકામાં ૨.૫ કરોડથી વધારે દર્દીઓ
વોશિંગ્ટન, દુનિયાભારમાં સ્વસ્થ થનારા સંક્રમિતોની સંખ્યા ૭ કરોડને આંબી ગઈ છે. ફ્રાંસમાં છેલ્લા ૨૪ કલાકથી ૨૬,૭૮૪ દર્દીઓ મળ્યા બાદ દેશવ્યાપી કફ્યૂ લગાવી દેવાયો છે. ત્યારે કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત અમેરિકામાં બીજા નંબર પર હાજર ભારત કરતા બે ગણાથી વધારે દર્દીઓ મળી ચૂક્યા છે.
ફ્રાન્સમાં દર્દીઓના મળવાના નવા આંકડા છેલ્લા ૨ મહિનાથી વધારે છે . આ પહેલા ૨૮ નવેમ્બરે દેશમાં ૨૮, ૩૯૩ કેસ મળ્યા હતા. બુધવારે અહીં ૩૧૦ મોત નોંધાયા હતા. સરકારના પ્રવક્તા ગૈબ્રિએલ અટ્ટલે જણાવ્યું કે પહેલા પ્રયોગ તરીકે લગાવાયેલા કર્ફ્યુથી સારા પરિણામ આવ્યા બાદ હવે આને બીજા આદેશ સુધી લાગૂ કરવામાં આવી રહ્યો છે. સાથે ફ્રાન્સથી આવવા માટે બિન યુરોપીયન પ્રવાસીઓ માટે ૭૨ કલાકની અંદર કોરોના ટેસ્ટની નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરી દેવામાં આવી છે. અહીં પહોંચ્યા બાદ તેમને ૭ દિવસ ક્વોરેન્ટાઈન રહેવું પડશે. આ બાદ ફરી ટેસ્ટ કરવામાં આવશે.
વલ્ડો મીટર ડોટ ઈન્ફોના જણાવ્યાનુંસાર દુનિયામાં અત્યાર સુધી ૯ કરોડ ૭૪ લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. રાહત એ છે કે આમાંથી ૭ કરોડ ૧૫૭ લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી મોતની સંખ્યા હવે ૨૦ લાખ ૮૬ હજારથી વધારે થઈ ચૂકી છે. ૨. ૫૩ કરોડ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે અન્ય દેશોમાં હજું કોરોનાનો કહેર યથાવત છે ત્યારે ભારત આ મહામારીની સામેની લડાઈમાં આગળ નીકળી ગયું છે. સૌથી સારી વાત એ છે કે ભારતમાં કોરોના વાયરસની સામે ૧૬ જાન્યુઆરીથી વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરુ થઈ ચૂક્યું છે . ભારતમાં કોરોના રસીકરણ પ્રોગ્રામને શરુ થયાને હજું એક અઠવાડિયું થયું છે. અત્યાર સુધીમાં લગભગ ૧૦ લાખ લોકોને રસી અપાઈ ચૂકી છે. અત્યાર સુધી અમેરિકાએ સૌથી ઝડપી રસીકરણ કર્યુ હતુ.
અમેરિકામાં ૧૦ લાખ લોકોના રસીકરણમાં ૧૦ દિવસનો સમય લાગ્યો હતો. ત્યારે ઈઝરાઈલે પણ લગભગ આટલો જ સમય લીધો હતો. પરંતુ ભારતે ૧૦ લાખ લોકોનું રસીકરણ ૬ દિવસમાં પુરુ કરી દીધું છે.HS