ફ્રાન્સ તરફથી ભારતને સોંપાશે પહેલું ‘રાફેલ’ યુધ્ધ વિમાન
(પ્રતિનિધિ દ્વારા) ફ્રાંસ : દશેરાના દિવસે આજે ભારતને એક યાદગાર ભેટ મળનાર છે. આજે વાયુસેનાનો સ્થાપના દિન છે. તેજ દિવસે ફ્રાંસ દેશને પહેલું યુધ્ધ વિમાન ‘રાફેલ’ ભેટ ધરશે. ફ્રાન્સના મેરીગ્રેક એરબેઝ પર કેન્દ્રના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ંફ્રાન્સ પાસેથી વિધિસર રાફેલ મેળવશે.
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ રેફાલ’ મેળવ્યા બાદ, તેનીપૂજન-વિધિ કરશે. દેશની વાયુસેના માટે આજે ગર્વનો દિવસ હશે કે ૮૭માં સ્થાપના દિને દેશને ‘રફાલ’ યુધ્ધ વિમાન ભેટ મળનાર છે. ભારતીય એરફોર્સમાં રાફેલનો ઉમેરો થવાનો છે
ત્યારે આજે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ શા શાસ્ત્રોકતવિધિ પ્રમાણે રાફેલની પુજનવિધિ કરવાના છે અને અત્યંત આધુનિક સવલતોથી સજ્જ રાફેલ ટુંક સમયમાં જ ભારતીય લશ્કરને પ્રાપ્ત થવાનું છે રાફેલ ભારતીય લશ્કરમાં સામેલ થઈ રહયું છે.