ફ્રેક્ચર ગેંગના લુખ્ખાએ છરી બતાવી ધમકીઓ આપી
“મારા ભુતકાળ વિશે આજુબાજુ વાળાને પુછી જાજે”
અમદાવાદ: અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્તરે લુખ્ખાગીરી અને ગુંડાગીરી ને કંટ્રોલ કરવામાં પોલીસ સદતર નિષ્ફળ નીવડી છે ઠેર ઠેર અનેક વિસ્તારોમા દાદાઓ ઉભા થઈ રહ્યા છે જે પોતાનુ વર્ચસ્વ જમાવવા સમાયતરે ઉધામા કરતા રહે છે આ સ્થિતિમાં ભારે કુખ્યાત ફ્રેકચર ગેંગના લુખ્ખાએ નિકોલમાં એક દુકાનમા ઘુસી કારીગરને ચપ્પુ બતાવીને ધમકીઓ આપતા ચકચાર મચી છે. જયદીપ દશરથભાઈ શર્મા ઓઢવ ખાતે રહે છે અને વિરાટનગર ૧૦૦ ફૂટ રોડ ઉપર હેર સલુનમાં નોકરી કરે છે. જયદીપભાઈ રવિવારે પોતાના દુકાન માલિક સહીત દુકાનમાં હાજર હતા
એ સમયે રોડ ઉપર બુમાબુમ થઈ હતી જે જાવા કુતુલહવશ બંને બહાર આવ્યા હતા જ્યા ફ્રેકચર ગેંગનો સાગરીત જયસિહ રાજપૂત ટોળામા બુમો પાડી ધમકીઓ આપતો હતો અને અચાનક જય હાથમાં ચાકુ સાથે તેમની દુકાનમાં ઘુસી આવતા નાસભાગ મચી ગઈ હતી અને ગ્રાહકો સહીતનાં લોકો ગભરાઈને દુકાનની બહાર ભાગ્યા હતા.
જ્યારે જયએ જયદીપને છરી બતાવી પકડી લીધો હતો તથા તારે ત્યા અંકીત છે અને તેના મિત્રો બેઠક કરે છે એમને બેસવા ના દેતો મારે એમની સાથે ઝઘડો થયેલો છે જા બેસવા દિધા તો ધંધો ભારે પડી જશે તેમ કહીને મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેના પગલે જયદીપ અને દુકાનમાં ભરાઈ ગયેલા અન્ય લોકો ગભરાઈ ગયા હતા બાદમા જયદીપને આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં જય રાજપુત વિરુદ્દ ફરીયાદ નોધાવી છે.