ફ્રેન્ચ ભાષા આવડતી ન હોવાથી કેનેડા જતાં વિદ્યાર્થીઓએ પાછા ફરવુ પડે છે
ક્યુબેકમાં ફ્રેન્ચ ભાષા ફરજીયાત છે. કેમ કે ત્યાં ફ્રન્ચ વસાહતીઓની સંખ્યા મોટી છે.
કેનેડામાં ક્યુબેક પ્રાંતમાં પરમેનેન્ટ રેસિડેન્સી માટે અરજી કરનાર વિદ્યાર્થીઓ ફ્રેન્ચ ભાષા ફરજીયાત હોવાના નિયમથી અજાણ હોવાના કારણે હવે ત્યાં ગયા પછી તેમને પાછા ફરવુૃ પડે
(એજન્સી) અમદાવાદ, વિદેશમાં સ્થાયી થવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ઘણી વખત જરૂરી જાણકારી ન રાખે તો કેવું પરિણામ આવી શકે તેના કિસ્સા બહાર આવ્યા છે. કેનેડામાં ક્યુબેક પ્રાંતમાં પરમેનેન્ટ રેસિડેન્સી માટે અરજી કરનાર વિદ્યાર્થીઓ ફ્રેન્ચ ભાષા ફરજીયાત હોવાના નિયમથી અજાણ હોવાના કારણે હવે ત્યાં ગયા પછી તેમને પાછા ફરવુૃ પડે એવી સ્થિતિ પેદા થઈ છે. કેમ કે ક્યુબેકમાં ફ્ન્ચ ભાષા આવડવી ફરજીયાત છે.
કેનેડામાં પીઆર માટે અરજી કરી હતી એવા વિદ્યાર્થી સહિતના લોકોએ સ્ટુડન્ટ વિઝા સાથે કેનેડામાં પ્રવેશ મેળવી ટેમ્પરરી રેસિડેન્ટનો દરજ્જાે મેળવ્યો હતો. પરંતુ આ લોકોએ અંગ્રેજી ભાષા માટે અરજી કરી હતી. અને ક્યુબેકમાં ફ્રેન્ચ ભાષા ફરજીયાત છે. કેમ કે ત્યાં ફ્રન્ચ વસાહતીઓની સંખ્યા મોટી છે.
અમદાવાદના એક વિદ્યાર્થી કોમર્સ ગ્રેજયુએટ થયા પછી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. તેણેે ટોરેન્ટો કે ઓન્ટારીયા જેવા શહેરના બદલે તેણે ક્યુબેક પસંદ કર્યુ હતુ. પરંતુ તેની પીઆર અરજી ફગાવી દેવામાં આવી હતી. કેમ કે ક્યુબેકમાં ફ્રેન્ચ ભાષા ફરજીયાત હોવાની તેને ખબર નહોતી. તેના માતા-પિતાએ ભારતમાં એજન્ટનો સંપર્ક કર્યો પણ એજન્ટોને પણ આ અંગે પૂરી માહિતીની જાણકારી નહોતી.
કેનેડામાં ટોળામાં આવતા વિદ્યાર્થીઓ માટે ચેતવણી
કેનેેડા-ઈન્ડીયા ટ્રેડ રિલેશન્સ એન્ડ માર્કેટીંગના ડીરેક્ટર હેમંત શાહે જણાવ્યુ હતુ કે કેનેડામાં ટોળામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ ચેતવણી છે. તેઓએ યોગ્ય ઈમિગ્રેશન સલાહકારોનો સંપર્ક સાધવો જાેઈએ. પશ્ચિમ કેનેડામાં ઘણી તકો છે. અને નોકરીની સંભાવનાઓ પણ છે. પરંતુ લોકો યોગ્ય હોમવર્ક કરતા નથી.
ક્યુબેક ફ્રન્ચ વસાહત હોવાને કારણે અહીં ઈમિગ્રેશન માટે ભાષા મુખ્ય પરિબળ છે. વિદ્યાર્થીઓ પીઆરની અરજી માં ફ્રેન્ચ ડાઉનસ્ટ્રીમ પસંદ કર્યુ હતુ. જેયારે તેમને ફ્રેન્ચ ટેેસ્ટ આપવાનું કહેવામાં આવે તો નિષ્ફળ જાય છે. પરિસ્થિતિ એવી છે કે વિદ્યાર્થીઓ પાસે અન્ય કેનેડીયન ઈમિગ્રેશન પ્રોગ્રામ સાથે જવા માટે પુરતુ વર્ક પરમીટ નથી. અને તેમને ભારત પાછા ફરવા સિવાય છુટકો જ નથી.