ફ્રેન્ડ થકી પતિ સાથે શ્રદ્ધા આર્યાની મુલાકાત થઈ હતી
મુંબઈ, કુંડલી ભાગ્ય’ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાએ ૧૬મી નવેમ્બરે નેવી ઓફિસર રાહુલ નાગલ સાથે લગ્ન કર્યા હતા. એક્ટ્રેસ માટે આ ‘ચટ મંગની પટ બ્યાહ’ જેવુ હતું. એક્સક્લુઝિવ વાતચીતમાં એક્ટ્રેસે કેવી રીતે એક વર્ષ પહેલા તે મુંબઈમાં તેના પતિ રાહુલને મળી હતી અને કેવી રીતે થોડા દિવસમાં તેનું જીવન બદલાઈ ગયું. અમે ગયા મહિને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
મને સહેજ પણ ખ્યાલ નહોતો કે હું જલ્દી લગ્ન કરીશ. હું એક વર્ષથી કમાન્ડર રાહુલ નાગલને ડેટ કરી રહી હતી પરંતુ અમે લગ્ન વિશે વિચાર્યું નહોતું. હું મારા અંગત જીવન વિશે વાત કરવામાં માનતી નથી. અમારી મુલાકાત એક વર્ષ પહેલા કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી અને તરત એકબીજાને ગમી ગયા હતા.
તે સમયે, તે મુંબઈમાં હતો અને અમે ઘણીવાર મળતા રહેતા. પરંતુ આ મિત્રતા કરતાં વધારે કંઈ હોવાનું સમજીએ તે પહેલા જ અન્ય શહેરનું તેનું પોસ્ટિંગ થઈ ગયું હતું. લોન્ગ ડિસ્ટન્સથી અમને સમજાયું હતું કે, એકબીજાને પસંદ કરીએ છીએ. ત્યારે જ અમે સંબંધોને એક ડગલું આગળ વધારવાનું નક્કી કર્યું હતું.
રાહુલ સમજુ અને જવાબદાર વ્યક્તિ છે. તેણે મારા વિશે તેના માતા-પિતા સાથે વાત કરી હતી. રાહુલના પિતા રિટાયર્ડ કર્નલ છે. તેના માતા-પિતા કે જેઓ દિલ્હીના છે, તેમણે મારા માતા-પિતાને મળ્યા હતા અને અમે લગ્ન કરવા માટે સંમત થયા હતા.
બધુ ખૂબ ઓછા સમયમાં થયું હોવાથી તે ઘડિયા લગ્ન હતા. ૧૩ નવેમ્બરે અમે સગાઈ કરી હતી અને બાદમાં ૧૬ નવેમ્બરે લગ્ન કર્યા હતા. મારો પતિ મહિલાઓને વધારે માન આપે છે. સૌથી વધારે કોઈ વાત પસંદ હોય તો તે છે તેની સાદગી.
હું તેના શબ્દો અને હાવભાવથી સ્પષ્ટપણે કહી શકતી હતી કે, તેને જીવનસાથી જાેઈએ છીએ, જે માત્ર તેના ઘરની સંભાળ રાખે પરંતુ જીવનના દરેક ડગલે તેની સાથે રહે. અમારા બંનેમાંથી, હું નબળી છું અને જાે તક મળે તો હું તેની સાથે સમય પસાર કરવા માટે તેની પાસે દોડી જઈશ. પરંતુ મને તે હકીકત વધારે ગમે છે કે, રાહુલ માટે તેનો દેશ પહેલા આવે છે.
આ જ સમયે તે મારા કામને પણ સમજે છે અને આદર આપે છે. તેથી, જ્યાં સુધી મારો શો શરૂ છે ત્યાં સુધી હું નાનકડું વેકેશન લઈને તેને મળવા જઈશ. શો ખતમ થયા બાદ જાેઈશ કારણ કે મને તેની સાથે રહેવાનું ગમશે.SSS