ફ્લાઇટમાં અચાનક જાેરજાેરથી રડવા લાગ્યું બાળક, લોકો હેરાન
નવી દિલ્હી, તમે ઘણીવાર જાેયું હશે કે જ્યારે માતા-પિતા નાના બાળકો સાથે મુસાફરી કરે છે ત્યારે બાળકો ખૂબ રડે છે. ઘણી વખત પ્રવાસ દરમિયાન બાળકોના રડવાને કારણે માતા-પિતા ખૂબ જ દુઃખી થઈ જાય છે, કારણ કે તેઓ તેમની મુસાફરીનો આનંદ માણી શકતા નથી.
ઘણી વખત એવું બને છે કે માતા-પિતા બાળકને ગમે તેટલું સમજાવે પણ બાળકો ચૂપ રહેતા નથી. એક ફ્લાઈટમાં પણ કંઈક આવું જ થયું. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક નાનું બાળક ફ્લાઈટમાં જાેર જાેરથી રડતું જાેવા મળે છે.
એક રીતે આ બાળકે બધાના નાકે દમ લાવી લીધો હતો. ત્યારબાદ એક એર હોસ્ટેસ ત્યાં આવે છે અને તે બાળક સાથે એવું કંઈક કામ કરે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે એર હોસ્ટેસ બાળકને પોતાના ખોળામાં ઉઠાવી લે છે.
ત્યારબાદ તે તેને ચૂપ કરાવતી અને ફોસલાવતી જાેવા મળી રહી છે. એર હોસ્ટેસ ખૂબ જ પ્રેમ અને મમતાથી બાળકને પોતાના ખોળામાં લે છે અને તેને ચૂપ કરાવતી જાેવા મળે છે. આ વીડિયો બ્રાઝિલથી ક્યુબા જઈ રહેલી ફ્લાઈટનો છે. આ ફ્લાઈટમાં એક બાળક જાેરશોરથી રડવા લાગે છે.
પછી એર હોસ્ટેસ સ્ટીકર લાવીને બાળકને આપે છે. પરંતુ બાળક શાંત થતું નથી. વીડિયોમાં જાેઈ શકાય છે કે જ્યારે બાળક શાંત નથી થતું ત્યારે એર હોસ્ટેસ તેને પ્લાસ્ટિકના ચશ્મા લાવીને આપે છે. તેમ છતાં બાળક ચૂપ થતું નથી. તેનાથી માતા-પિતા એકદમ પરેશાન થઈ જાય છે.
ત્યારબાદ એર હોસ્ટેસ બાળકને તેના ખોળામાં ઉઠાવે છે અને તેને ધીમેથી થપથપાવે છે. નવાઈની વાત તો એ છે કે બાળક એર હોસ્ટેસના ખોળામાં જતાં જ શાંત થઈ જાય છે અને થોડી જ વારમાં સૂઈ જાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૨ મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો સામે આવ્યા બાદ લોકો એર હોસ્ટેસના જાેરદાર વખાણ કરી રહ્યા છે. ગુડ ન્યૂઝ મૂવમેન્ટ દ્વારા આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.SSS