Western Times News

Gujarati News

ફ્લાઈટની પાંખ પર આવીને વ્યક્તિ બેસી જતા હંગામો

ન્યૂયોર્ક: અમેરિકામાં સુરક્ષામાં ચૂકનો મોટી ઘટના સામે આવી છે. અમેરિકાના લાસ વેગાસના એરપોર્ટ પર એક ફ્લાઇટ ટેક ઓફ કરવાની હતી ત્યારે યાત્રીઓની નજર ફ્લાઇટની પાંખ પર ચડેલા એક વ્યક્તિ પર પડી. જે તેની પાંખ પર બેસેલો હતો. આતંકી હુમલા આશંકા સાથે પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓને આ પછી કોલ કરવામાં આવ્યો.

અને લોકો ડરના માર્યા બૂમો પાડવા લાગ્યા. ડેલી મેલની રિપોર્ટ મુજબ આ ઘટનાનો આતંકવાદ સાથે કોઇ કનેક્શન નહતું. પણ વ્યક્તિએ વીડિયો બનાવાના ચક્કરમાં પ્લેનની પાંખ પર ચડીને બેઠો હતો.

વળી જ્યારે સુરક્ષાકર્મી તેને ઉતારવા માટે પહોંચ્યા તો તે ભાગવા લાગ્યો અને તે ચક્કરમાં લપસીને નીચે પડી ગયો. જાે કે હાલ આ વ્યક્તિની અટક કરવામાં આવી છે. લાસ વેગાસ મેટ્રોપોલિટન પોલીસ વિભાગ જણાવ્યું કે શનિવારે મૈકરન આંતરાષ્ટ્રીય હવાઇ અડ્ડા પર એક વ્યક્તિ અલાસ્કા એરલાઇન્સ વિમાનની ડેન પર ચડ્યો હતો. આ પ્લેનમાં સવાર વ્યક્તિએ જણાવ્યું કે આ વ્યક્તિ લગભગ ૪૫ મિનિટ સુધી ડેન પર રહ્યો.

લાસ વેગાસથી પોર્ટલેન્ડ જઇ રહેલા વિમાનના પાયલટે એક વ્યક્તિને ઉડાન પહેલા પ્લેનની નજીક આવતો જાેયો અને તેણે નિયંત્રણ ટાવરમાં આ મામલે જાણકારી આપી. યાત્રી ઇવાંસે આ ઘટનામાં વીડિયો બનાવ્યો છે અને તેને ફેસબુક પર પોતાના પેજને પોસ્ટ કર્યું છે. તેણે કહ્યું કે અમે આ વ્યક્તિને પ્લેનના ડેને પર જાેઇને ચોંકી ગયા.

અમને લાગ્યું કે શું આ કોઇ આતંકી ઘટના છે? આ દરમિયાન યાત્રીઓને વિમાનમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું. અને આ વ્યક્તિને વિમાનથી ઉતરવાનું કહ્યું હતું. તે પછી પોલીસે હવાઇ અડ્ડા પર ગેરકાનૂની રીતે આવી ગયેલા આ વ્યક્તિની ધરપકડ કરી હતી. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે કે તે ડેને સુધી કેવી રીતે પહોંચ્યો. અમેરિકામાં જાે કે આ પ્રકારની ઘટના પહેલા પણ થઇ ચૂકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.