ફ્લાઈટનું બુકિંગ કરાવી ૧૭ લાખ ન ચૂકવતા જીવન ટૂંકાવ્યું

અમદાવાદ: શહેરના નરોડામાં રહેતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા યુવકે જુલાઈ માસમાં કરેલા આપઘાતમાં નવો વળાંક આવ્યો છે. યુવકે તેના ફોઈના દીકરા અને નવી મુંબઈ ખાલાપુરના સ્વામીનારાયણ ગુરુકુળ તથા આણંદ વલ્લભ વિદ્યાનગર ગુરુકુળના અમૃતજીવનદાસ સાથેના ૧૭ લાખની લેતિદેતીને આપઘાત પાછળનું કારણ બતાવ્યું છે. મૃતકના ઘરેથી સ્યુસાઇડ નોટ અને વીડિયો પણ મળી આવ્યા છે. જે બાબતે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૂળ સાબરકાંઠાના પ્રવીણભાઈ પટેલ સિરોહીના મકાવલ ગામે રહી ખેતીકામ કરે છે. તેમનો મોટો પુત્ર જૈમીન તેની પત્ની દીપિકા સાથે નરોડામાં સ્વામીનારાયણ ફ્લેટમાં રહેતો હતો અને ઘરેથી જહાન હોલીડે સોલ્યુશન નામથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતો હતો. ગત તા.૧૪ જુલાઈના રોજ દીપિકાબહેન ઘરે હતા અને પતિ જૈમીન પણ ઘરે હતો. ત્યારે બપોરના સુમારે બેઠકરૂમમાં જૈમીનભાઈ કામ કરતા હતા. ત્યારે ઘંઊમાં નાંખવાની સેલફોસ નામની ટેબ્લેટ બાબતે દીપિકા બહેને પતિ જૈમીનભાઈને પૂછ્યું હતું.
જોકે તે બાબતે તેઓએ જવાબ આપ્યો ન હતો. બાદમાં જૈમીનભાઈ બેભાન થઈ જતા તેઓને બાપુનગરની એક હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં બીજા જ દિવસે તેમનું મૃત્યુ થયું હતું. અંતિમવિધિ પુરી કરી પરિવાર નરોડા ખાતે આવ્યો ત્યારે જૈમીનભાઈની બેગમાંથી એક સ્યૂસાઇડ નોટ મળી હતી.
આ સ્યૂસાઇડ નોટમાં તેમણે પોતાની આપવીતી જણાવી હતી. જેમા તેમણે લખ્યું હતું કે, મેં આત્મહત્યા ક્યોં કર રહા હું વો મેં પાપા આપકો બતાના ચાહતા હું, મુજે પાપા માફ કર દેના. મેરા ખૂદ કા હિંમતનગરમેં ટ્રાવેલ્સ કા બિઝનેસ થા. મેરી ટ્રાવેલ કંપની કા નામ જહાન હોલીડે સોલ્યુશન થા. મેં મેરી ફઇ કે વહાં રહેતા થા ઔર ફઇ કે લડકે પીનાકીન પટેલ કે કારણ અમૃતજીવનદાસ સ્વામી કે સાથ મુલાકાત હુઈ થી. અમૃતજીવનદાસ કો મેને મેરે બિઝનેસ કે બારે મેં બતાયા થા.
અમૃતજીવનદાસ ફ્લાઇટ કી ટિકિટ મેરે સે કરવાતે થે. ઔર મેં ઉન્સે પૈસે નહિ લેતા થા. સ્વામી ભગવાન કા રૂપ હોતે હે ઉન્સે કયા પૈસે લેને મેં એસા સોચતા થા. બાદમે ઉન્હોને હરિભક્તો કો નેપાલ લે જાને કે લિયે મેરે સે બૂકીંગ કરવાયા ઔર મેને ક્વોટેશન ૪૦ લાખકા દીયા થા. ઉન્હોને વો પાસ ભી કર દિયા થા.
બાદમે ઉન્હોને ૨૨.૮૪ લાખ કા પેમેન્ટ કિયા. જો બાકી થાય વો પેમેન્ટ ગુજરાત આને કે બાદમે દેને કા ઉન્હોને બોલા થા. લેકિન મુજે આગે ભી દેના પડતા હે ઇસલિયે વો મંજુર નહિ થા. તબ અમૃતજીવનદાસજીને પીનાકીન દે દેગા એસા બોલા થા.