Western Times News

Gujarati News

ફ્લાઈટોમાં ખાવા આપવાની લીલીઝંડી, માસ્ક ફરજિયાત

પેસેન્જરે માસ્ક ન પહેર્યું હોય તો એર લાઈન્સ પોતાનીરીતે ર્નિણય લઈને તેનું નામ નો-ફ્લાયના લિસ્ટમાં નાખી શકે

નવી દિલ્હી, કોરોનાની મહામારીમાં સરકારે એરલાઈન્સને ફ્લાઈટમાં ખાવાનું આપવા માટેની મંજૂરી આપી છે પણ, માસ્ક નહીં પહેરનાર વ્યક્તિ સામે કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. એવિયેશન રેગ્યુલેટર, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને કહ્યું છે કે, જો કોઈ પેસેન્જરે માસ્ક ન પહેર્યું હોય તો તમે તમારી રીતે ર્નિણય લઈને તેનું નામ નો-ફ્લાયના લિસ્ટમાં નાખી શકો છો. એટલે કે તે યાત્રી પર અમુક સમય સુધી હવાઈ મુસાફરી કરવા માટે પ્રતિબંધ લગાવવામાં આવશે.
શુક્રવારે જાહેર થયેલી ગાઈડલાઈન પ્રમાણે ડોમેસ્ટિક ફ્લાઈટમાં પેક્ડ નાસ્તો અને જમવાનું આપી શકાશે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં ગરમ જમવાનું આપી શકાશે. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનમાં એરલાઈન્સને સિંગલ યૂઝ ટ્રે, પ્લેટ્‌સ અને કટલરીનો ઉપયોગ કરવાનો રહેશે. ખાવા-પીવાનું આપતા પહેલાં ક્રૂ-મેમ્બર્સે દર વખતે ગ્લવ્ઝ બદલવા પડશે. ફ્લાઈટમાં યાત્રીઓને મનોરંજન માટેની છૂટ આપવામાં આવશે. પરંતુ તેમને ડિસ્પોઝેબલ ઈયરફોન અથવા ડિસઈન્ફેક્ટેડ હેડફોન આપવામાં આવશે. કોઈ યાત્રી માસ્ક પહેરવાની ના પાડશે તો એરલાઈન્સ તેનું નામ નો-ફ્લાઈ લિસ્ટમાં નાખી શકશે.
કોરોનાના કારણે બે મહિના ડોમેસ્ટિક ફ્લાઈટો બંધ રહ્યા પછી સરકારે તે ૨૫ મેથી ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. જોકે શરૂઆતમાં ફ્લાઈટમાં જમવાનું આપવાની મંજૂરી નહતી. જ્યારે સ્પેશિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં અંતરને ધ્યાનમાં રાખીને પ્રી-પેક્ડ જમવાનું અને નાસ્તો આપવાની છૂટ આપવામાં આવી હતી. ઈન્ટરનેશનલ ફ્લાઈટ ૨૫ માર્ચથી બંધ છે. વિદેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે વંદેભારત મિશન અંતર્ગત એર ઈન્ડિયાના વિમાનો જ અન્ય દેશોમાં જઈ રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.