ફ્લાયઓવર નીચે પે એન્ડ પાર્ક: ટ્રાફિક-પાર્કિગની સમસ્યા ઉકેલાશે
શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં ૩૭ જેટલાં પે એન્ડ પાર્ક માટેની દરખાસ્ત સ્ટે.કમીટીમાં મંજૂર
અમદાવાદ, શહેરમાં વધતી જતી ટ્રાફીક અને પાર્કીગની સમસ્યા હલ કરવા માટે નવા વર્ષથી જુદા જુદા ફલાય ઓવર સહીત ૩૭થી વધુ જગ્યાએ પે એન્ડ પાર્કીગ કરવાની સુવિધા વાહનચાલકોને પ્રાપ્ત થશે.
સ્ટે.કમીટી ચેરમેન હિતેષભાઈ બારોટે જણાવ્યું હતું કે, શહેરમાં છેલ્લા કેટલાક વર્ષથી ખાનગી વાહનો અને તેમાંય ખાસ કરીને દ્રીચક્રી વાહનોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી છે, તેના કારણે રોડ ઉપર ટ્રાફીક જામની અને યોગ્ય વ્યવસ્થાઓના ભાવે પાર્કીગની કપરી સમસ્યા જાેવા મળી રહી છે. શહેરનાં પાકિર્ગની પૂરતી અને યોગ્ય વ્યવસ્થા હોય તો ટ્રાફીકને થતી અડચણ મહદઅંશે ઘટવા પામે તેવું સર્વેમાં પણ જણાયું છે.
તેમણે કહયું કે, શહેરમાં મ્યુનિ. દ્વારા નવરંગપુરા બસ સ્ટેન્ડ પાછળ વિશાળ મલ્ટીલેવલ પાર્કીગ બનાવાયું છે, પરંતુ લોકોને દુકાન સામે જ વાહન પાર્ક કરીને ખરીદી કરવાની ટેવ હોવાથી મ્યુનિ. ની પાર્કીગ સુવિધાને મહત્તમ ઉપયોગ થતો નથી. તેમ છતાં મ્યુનિ. દ્વારા જુદા જુદા વિસ્તારોમાં મલ્ટીલેવલ પાર્કીગ કોમ્પલેક્ષ ઉભા કરવામાં આવી રહયાં છે.
તે સિવાય નાગરીકોની સુવિધા માટે જાહેર માર્ગો પર તેમજ બાગબગીચા આસપાસ પે એન્ડ પાર્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શહેરમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં જુદા જુદા જંકશન ખાતે ફલાયઓવર બનાવવામાં આવ્યા છે, તેની નીચે ગેરકાયદે દબાણો વધતાં જઈ રહયાં છે,
તેના કરતાં ફલાય ઓવર નીચેની જગ્યાનો પે એન્ડ પાર્કીગની સુવિધા તરીકે સદઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો હતો. તેનાં ભાગરૂપે એસ્ટેટ ખાતા દ્વારા ફલાયઓવર બ્રિજ નીચે તેમજ જાહેર માર્ગો સહીત ૩૭થી વધુ જગ્યાએ પેન્ડ એન્ડ પાર્કની સુવિધા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.
જેના માટે ૧૩ જેટલા ઓફરદારોએ ઓફર કરી છે, તેને સ્ટે. કમીટીમાં મંજૂરી આપવામાં આવી હતી. આ દરખાસ્તથી મ્યુનિ.ને વર્ષે દહાડે એક કરોડ જેટલી આવક થશે તેમ જાણવા મળ્યું છે.
જાેકે, મ્યુનિ.સુત્રોએશહેરમાં ટ્રાફીક અને પાર્કીગની સમસ્યા માટે ભાંગી પડેલી હાલતમાં ચાલતી જાહેર પરીવહન સેવાના કારણે નાગરીકોને પોતાના ખાનગી વાહન વસાવવાની ફરજ પડી હોવાનો દાવો કર્યો હતો. સુત્રોનાં જણાવ્યા અનુસાર, જાે મ્યુનિ. સત્તાધીશોએ પ્રમાણિકતાપૂર્વક એએમટીએસ અને બીઆરટીએસનું યોગ્ય રીતે સફળ સંચાલન કર્યું હોત તો આજે આવી દશા સર્જાઈ હોત નહીં.