ફ્લિપકાર્ટના કિરાણા પાર્ટનરએ 2020માં તેના સરેરાશ માસિક ડિલિવરી આવકમાં લગભગ 30 ટકા જેટલો વધારો નોંધ્યો
● દક્ષિણના કિરાનાએ માસિક આવકમાં સૌથી વધુ વૃદ્ધિ જોઈ છે, ત્યારબાદ અનુક્રમે પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર આવે છે
● ટોચના શહેરોમાં કિરાણા પાર્ટનર્સમાં ડિલિવરીની આવકમાં હૈદ્રાબાદ સૌથી વધુ વૃદ્ધિના સાક્ષી બન્યું છે, ત્યારબાદ અમદાવાદ, મુંબઈ અને બેંગ્લુરુ તથા પુના આવે છે
બેંગ્લુરુ: ફ્લિપકાર્ટ, ભારતની હોમગ્રોન ઇ-કોમર્સ માર્કેટપ્લેસ, આજે એક વિગતમાં જણાવે છે કે, સમગ્ર દેશમાં તેના નોંધાયેલા કિરાણા પાર્ટનર્સની માસિક ડિલિવરી આવક 2020માં લગભગ 30 ટકા વધી છે. ફ્લિપકાર્ટની પ્રતિબદ્ધતાની આ વસિયત છે કે, તેને ભારતની સૌથી જૂનામાં જૂના રિટેલ ફોર્મની સાથે ભાગીદારી કરી અને તેમની આવકમાં વધારો કર્યો તથા ડિઝીટલ રીતે નવી આવક ઉભી કરી.
ફ્લિપકાર્ટના કિરાણા પ્રોગ્રામના ભાગરૂપે, મોમ-એન્ડ-પોપ સ્ટોર્સ, જેમાં જનરલ સ્ટોર્સ, ટેઇલર શોપ તથા અન્ય ઘણા સહિતના લોકોએ ફ્લિપકાર્ટની સાથે ભાગીદારી કરી અને તેના કરોડો ગ્રાહકોના ઘર સુધી શિપમેન્ટ પહોંચાડ્યું હતું જેનાથી તેમને પોતાની રીતે એક નવી રેવન્યુ ચેનલ ઉભી કરી.
ફ્લિપકાર્ટના સુત્રોના જણાવ્યા અનુસાર, દક્ષિણમાં કિરાણા પાર્ટનરની સરેરાશ માસિક ડિલિવરીની આવક સૌથી વધુ વધી હતી, ત્યારબાદ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરનો સમાવેશ થાય છે.
ટોચના શહેરોમાં, કિરાણા ભાગીદારોમાં હૈદ્રાબાદે સૌથી વધુ વૃદ્ધિ જોઈ છે, ત્યારબાદ અમદાવાદ, મુંબઈ, બેંગ્લુરુ અને પુનાના કિરાણાનો સમાવેશ થાય છે. કિરાણા ડિલિવરી પ્રોગ્રામએ કિરાણા પાર્ટનર માટે લાભદાયી રહ્યો છે, તેને લોકડાઉન સમયગાળા દરમિયાન તેમને નાણાકીય સ્થિરતા જાળવવામાં મદદ કરી છે.
રજનીશ કુમાર, સિનિયર વાઈસ-પ્રેસિડેન્ટ અને ચીફ કોર્પોરેટ અફેર્સ ઓફિસ, ફ્લિપકાર્ટ ખાતે કહે છે, “ફ્લિપકાર્ટ જૂથએ તેની નવીનતમ ભાગીદારી દ્વારા સમગ્ર દેશના કિરાણાના વિકાસ માટે પ્રતિબદ્ધ છે, જેનાથી તેઓ તેની આવક પણ વધારી શકે અને ડિઝીટલી પણ સજ્જ થાય છે. દેશની સૌથી જૂનામાં જૂની તથા સૌથી વધુ વિશ્વસનિય હોવાને નાતે, કિરાણાએ ભારતની રિટેલ ઇકોસિસ્ટમનો એક મહત્વનો હિસ્સો છે અને અમે એક હોમગ્રોન સંસ્થા તરીકે, એક ઇ-કોમર્સ હેતુથી એક સરળ સ્ટોર્સ તરીકે તેમને તેમની રિ-પોઝિશન તથા રિ-ઇન્વેન્ટની અલગ-અલગ રીતે તેમને સંકળાયેલા રાખે છે. ગ્રાહકોને ડોરસ્ટેપ ડિલિવરીથી આપણા કિરાના પાર્ટનર જે વૃદ્ધિ અને સમૃદ્ધિના સાક્ષી બન્યા છે, તેને મને અત્યંત ખુશી આપી છે.”
ફ્લિપકાર્ટએ કિરાણા ભાગીદારોને તેમની આવકને પૂરક કરવા માટે ડિલિવરી અંગેની વિશાળ શિપમેન્ટની પ્રાપ્તિની ખાતરી બિઝનેસ પ્રક્રિયા તથા ટેકનોલોજીસને સ્થાપીને કરે છે. સાથોસાથ તેમને સંલગ્ન તાલિમ પણ પૂરી પાડે છે, જેમાં ડિલિવરીની સારામાં સારી બાબતો, એપના ફંક્શન તથા ગ્રાહક સર્વિસનો સમાવેશ થાય છે.
2019માં રજૂ કરવામાં આવેલા આ પ્રોગ્રામની સાથે, ફ્લિપકાર્ટનો હેતુ ગ્રાહકો સુધીની તેની પહોંચ વધારવાનું છે, ખાસ તો, ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોમાં, જેમાં તે કિરાણાને આવક ઉભો કરવાનો એક વધારાનો સ્ત્રોત પણ આપે છે. આ વધારાનો આવકનો સ્ત્રોતએ કિરાણા પાર્ટનરને તેમના પરિવાર માટે મદદ કરશે, જેનાથી તે તેમના બાળકોનું શિક્ષણ, તેમના લોનની ચુકવણી તથા તેમની અન્ય વ્યક્તિગત જરૂરિયાતને પૂરી કરી શકશે.
આમાં ઉમેરો કરતા, ફ્લિપકાર્ટએ દેશના નવ રાજ્યોમાં એક મિલિયનથી વધુ કિરાણા સ્ટોર્સની સાથે સર્વ આપી છે, જે ફ્લિપકાર્ટ વ્હોલસેલના શ્રેષ્ઠ કિંમત કેશ-એન્ડ-કેરી બિઝનેસ દ્વારા કરવામાં આવશે. આ બિઝનેસ હેઠળ કિરાણાની પાસે એક ગુણવત્તાસભર માલની વિશાળ રેન્જ સ્પર્ધાત્મક કિંમતે મળે છે,
પ્રોડક્ટની ઘર સુધી ડિલિવરી તથા આરામદાયી પેમેન્ટ સોલ્યુશન્સ મળી શકે છે. સમગ્ર વર્ષ દરમિયાન, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ પર તેના પૂરવઠા ભાગીદારીની સાથે શ્રેષ્ઠ કિંમત પણ કામ કરી રહી છે, અને તેમાં નોંધપાત્ર રીતે ઇ-કોમર્સ તથા ડિલિવરી ક્ષમતાનો સમાવેશ થાય છે, જે આ રોગચાળાની વચ્ચે પણ સહેલાઈથી ઉત્પાદનોને ઓર્ડર આપી તેને મેળવવાની ખાતરી કરે છે.