ફ્લિપકાર્ટ, એક્સિસ બેંકે કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોંચ કર્યું
- એક્સક્લૂઝિવ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડની લેટેસ્ટ નાણાકીય ઓફરનો ઉદ્દેશ ઔપચારિક ધિરાણની સુલભતા વધારવાનો છે
- હવે ગ્રાહકોને ફ્લિપકાર્ટ, મિન્ત્રા, 2GUD પર સૌથી વધુ કેશબેક મળશે તથા મેકમાયટ્રિપ, ગોઆઇબિબો, ઉબર, પીવીઆર, ગાના, ક્યોરફિટ, અર્બનક્લેપ જેવા થર્ડ પાર્ટી મર્ચન્ટનાં વધારાનાં ફાયદા મળશે
- ફ્લિપકાર્ટ પ્લેટફોર્મ પર તમામ મુદ્દત અને તમામ દિવસો પર લાગુ ઇએમઆઈ પર વધારાની બચત સાથે એરપોર્ટ લોન્જની પૂરક સુવિધા સહિત ક્રેડિડ કાર્ડ યુઝર્સને સૌથી વધુ ફાયદા ઓફર કરે છે
મુંબઈ, ઇ-કોમર્સ માર્કેટપ્લેસ ફ્લિપકાર્ટ અને એક્સિસ બેંકે માસ્ટરકાર્ડ દ્વારા પાવર્ડ એક્સક્લૂઝિવ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોંચ કરવા માટે જોડાણ કર્યું છે. ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને ઓનલાઇન અને ઓફલાઇન એમ તમામ ખર્ચ પર શ્રેષ્ઠ ફાયદા અને અનલિમિટેડ કેશબેક ઓફર કરશે. ફ્લિપકાર્ડ, એક્સિસ બેંક અને માસ્ટરકાર્ડની આ પાર્ટનરશિપ ભારતમાં ધિરાણની સુલભતા વધારવા અને ઝડપથી વિકસતી ક્રેડિટ કાર્ડ ઇકોસિસ્ટમને વધુ વેગ આપવાનો લેટેસ્ટ પ્રયાસ છે.
ભારતમાં ક્રેડિટ કાર્ડ ઇકોસિસ્ટમ ઝડપથી વધી રહી છે તથા પહોંચ અને સ્વીકાર્યતાની દ્રષ્ટિએ ઘણી સંભાવના ધરાવે છે. જ્યારે મોટાં ભાગનાં ભારતીયો એક યા બીજા સ્વરૂપની સંવર્ધિત ક્રેડિટની સુલભતા ધરાવે છે, ત્યારે અંદાજે 49 મિલિયન ક્રેડિટ કાર્ડ જ બજારમાં કાર્યરત છે. સિબિલનાં અંદાજો સૂચવે છે કે, જ્યારે ધિરાણ મેળવવાને પાત્ર 220 મિલિયન ભારતીયો છે, ત્યારે એમાંથી એક તૃતિયાંશ જેટલાં ભારતીયો સુધી ઔપચારિક નાણાકીય સંસ્થાઓ પહોંચી નથી. ઉપરાંત એમાંથી ફક્ત 72 મિલિયન ‘ક્રેડિટ એક્ટિવ’ ગણવામાં આવે છે, જેઓ બેંક કે ધિરાણ સંસ્થા સાથે લાઇવ એકાઉન્ટ ધરાવે છે.
ફ્લિપકાર્ટ-એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ ધિરાણ મેળવવાને પાત્ર ભારતીયો તેમજ અગાઉ એક્સિસ બેંક અને ફ્લિપકાર્ટનાં વિસ્તૃત ભારતીય નેટવર્ક અને વિતરણની પહોંચ તથા કો-બ્રાન્ડ કાર્ડ પ્રોગ્રામ અને પેમેન્ટ ટેકનોલોજીમાં માસ્ટરકાર્ડની માર્કેટ લીડરશિપ મારફતે ઔપચારિક ધિરાણની સુલભતા ન ધરાવતાં વસતિનાં સમુદાયો એમ બંને માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. આ કાર્ડ જુલાઈમાં પસંદગીનાં યુઝર્સ માટે ઉપલબ્ધ થશે, જેમાં આગામી અઠવાડિયાઓમાં તમામ ગ્રાહકો માટે પ્રોગ્રામ રજૂ કરવાની યોજના છે. ગ્રાહકો આ ખાસિયત સાથે ઇન્સ્ટન્ટ કાર્ડ ઇશ્યૂથી લઈને નાણાકીય વ્યવહારો પૂર્ણ કરવા સુધીની સફરનો શ્રેષ્ઠ અનુભવ પણ મેળવી શકે છે.
આ પ્રોગ્રામ અંતર્ગત ગ્રાહકો તેમનાં કાર્ડનાં ખર્ચ પર કેશબેક સ્વરૂપે શ્રેષ્ઠ રિટર્ન મેળવી શકે છે, જે ગ્રાહકનાં સ્ટેટમેન્ટમાં દર મહિને ઓટો ક્રેડિટ થાય છે, જેથી તેમને તેમનાં રોજિંદા ખર્ચ પર અનુભવી શકાય એવું રિટર્ન મળી શકશે. ઉદ્યોગમાં અગ્રણી વેલ્યુ પ્રોપોઝિશનનાં ભાગરૂપે કંપનીઓએ તમામ કેટેગરીઓમાં પ્રસિદ્ધ થર્ડ-પાર્ટી મર્ચન્ટ્સ સાથે જોડાણ કર્યું છે, જેમાં ગ્રાહકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે એવી શક્યતા છે. એમાં મેકમાયટ્રિપ, ગોઆઇબિબો, યુબર, પીવીઆર, ગાના, ક્યોરફિટ અને અર્બન ક્લેપ સામેલ છે, જે વિશિષ્ટ લાભ પ્રદાન કરે છે. કાર્ડધારકોને ભારતમાં તમામ એરપોર્ટ પર ચાર પૂરક લોન્જ વિઝિટનો લાભ પણ મળશે. ફ્લિપકાર્ડ-એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને તમામ મુદ્દત પર ફ્લિપકાર્ટનાં પ્લેટફોર્મ પર ઇએમઆઈનાં ખર્ચ પર વધારાની બચત પણ પૂરી પાડશે.
ફ્લિપકાર્ટ ગ્રૂપનાં સીઇઓ કલ્યાણ ક્રિષ્નામૂર્તિએ કહ્યું હતું કે, “જ્યારે ફ્લિપકાર્ટમાં અમે અમારાં તમામ પ્રયાસોનાં કેન્દ્રમાં ગ્રાહકોને રાખીએ છીએ, ત્યારે ઇકોસિસ્ટમમાં તમામ હિતધારકો માટે સહિયારું મૂલ્ય પણ પેદા કરે છે. આ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ દ્વારા એક્સિસ બેંક અને માસ્ટરકાર્ડ સાથે જોડાણમાં અમે ગ્રાહકોને સૌથી વધુ ફાયદા આપીને ભારતમાં ઔપચારિક ધિરાણની સુવિધામાં વધારો કરવાની અમારી પ્રતિબદ્ધતાને દોહરાવીએ છીએ. ભારતમાં અર્થપૂર્ણ વૃદ્ધિ ધિરાણમાં વધારા દ્વારા સંચાલિત હશે અને અમે નાણાકીય નિયંત્રણનાં ભારણ વિના તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવા લાખો ભારતીયોને મદદ કરવામાં ભૂમિકા ભજવવાનું જાળવી રાખીને ખુશ છીએ.”
એક્સિસ બેંકનાં એમડી અને સીઇઓ અમિતાભ ચૌધરીએ કહ્યું હતું કે, “એક્સિસ બેંક ફૂલ સ્યુટ પેમેન્ટ પ્લેયર છે અને અમે નવીનતા સંચાલિત પાર્ટનરશિપ મોડલ ઊભું કરવાનું જાળવી રાખ્યું છે. અમે પ્રોડક્ટની ખાસિયતો ઓફર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જે આકર્ષક હોવાની સાથે અમારાં ગ્રાહકોની વધતી જરૂરિયાતોને પણ પૂર્ણ કરે છે. ‘ન્યૂ ઇન્ડિયા’ બધી દ્રષ્ટિએ શ્રેષ્ઠ ઇચ્છે છે – પછી એ ગુણવત્તા હોય, પસંદગી હોય, સેવા હોય કે સુવિધા હોય તથા અમે સ્માર્ટ ડિલ્સ અને બેનિફિટ સાથે બજારનાં આ વિવિધ સેગમેન્ટને ઝડપવાની યોજના ધરાવીએ છીએ. આ સ્માર્ટ ડિલ્સ અને બેનિફિટ નવા ભારતીય ગ્રાહકની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ પ્રયાસરૂપે અમને ફ્લિપકાર્ટ અને માસ્ટરકાર્ડ સાથે જોડાણ કરવાની ખુશી છે, જેથી ધિરાણની સુલભતાનું વધારે વિસ્તરણ થાય અને ગ્રાહકનાં વિસ્તૃત સેગમેન્ટ સુધી અમારી ભૌગોલિક પહોંચ વધે.”
માસ્ટરકાર્ડનાં એશિયા-પેસિફિકનાં કો-પ્રેસિડન્ટ આરી સારકેરએ કહ્યું હતું કે, “ભારતમાં 90 ટકા નાણાકીય વ્યવહોર હજુ પણ રોકડમાં થાય છે, છતાં અમે ડિજિટલ પેમેન્ટ્સમાં નોંધપાત્ર વધારો જોઈ રહ્યાં છીએ. એને ઓનલાઇન શોપિંગ અને ઇ-કોમર્સની લોકપ્રિયતામાં વધારાએ વેગ આપ્યો છે – જે ભારતમાં તમામ ડિજિટલ પેમેન્ટમાં 40 ટકાથી વધારે હિસ્સો ધરાવે છે – તથા ભારત સરકારનાં તમામ ઇકોસિસ્ટમમાં ડિજિટલ સ્વીકાર્યતા વધારવાનાં અભિયાનનાં પ્રયાસોને અનુરૂપ વૃદ્ધિ કરવા સજ્જ છે. માસ્ટરકાર્ડમાં અમે ડિજિટલ ઇન્ડિયા તરફ આ અભિયાનને સક્ષમ બનાવવા સક્રિયપણે કટિબદ્ધ છીએ. આ આકર્ષક નવું કાર્ડ લોંચ કરીને અમે ટેકનોલોજી, કો-બ્રાન્ડ કાર્ડ પ્રોગ્રામ્સમાં અમારી ગ્લોબલ લીડરશિપ લાવ્યાં છીએ તથા કાર્ડધારકો ચુકવણીનો વધારે સરળ, કિંમતી, અસરકારક અને સુરક્ષિત અનુભવ મેળવી શકે એવું સુનિશ્ચિત કરીએ છીએ. અમને ભારતનાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રની કાયાપલટને વેગ આપવામાં ફ્લિપકાર્ટ અને એક્સિસ બેંક સાથે જોડાણ કરવાની ખુશી છે.”