ફ્લિપકાર્ટ સાથે ટાઇટન કંપની ‘એપિક બાય સોનાટા’ લોન્ચ કરશે
– નવી સબ-બ્રાન્ડ ‘એપિક બાય સોનાટા’ વોચની સ્ટાઇલિશ રેન્જ છે અને 5 ઓગસ્ટ, 2021થી ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ થશે
બેંગલોર, ભારતમાં સૌથી વધુ વેચાણ ધરાવતી વોચ બ્રાન્ડ ટાઇટન કંપની લિમિટેડની સોનાટાએ આજે ફ્લિપકાર્ટ સાથે પાર્ટનરશિપમાં એની નવી સબ-બ્રાન્ડ ‘એપિક બાય સોનાટા’ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી, જે વોચની વેલ્યુ-ફેશન રેન્જ છે.
આ પાર્ટનરશિપ મારફતે સોનાટા ફ્લિપકાર્ટના 350 મિલિયનથી વધારે રજિસ્ટર્ડ અને વિશાળ ગ્રાહકવર્ગ સાથે જોડાશે, જેઓ સમગ્ર ભારતમાં વિવિધ વિસ્તારોમાં રહે છે. ઉપભોક્તામાં મેટ્રોના ગ્રાહકોની સરખામણીમાં નાનાં અને મધ્યમ શહેરોનાં ગ્રાહકોનો વધારો થવાથી ફ્લિપકાર્ટ સાથે જોડાણનો આશય તમામ બજારોમાં વોચ કેટેગરીમાં લીડરશિપ મેળવવાનો છે.
આ લોંચ અને જોડાણ પર ટાઇટન કંપની લિમિટેડના વોચિસ એન્ડ વેરેબલ્સ ડિવિઝનના સીઇઓ સુપર્ણા મિત્રાએ કહ્યું હતું કે, “સોનાટા લાખો ભારતીયોની મનપસંદ અને વિશ્વસનિય બ્રાન્ડ છે. એપિક પ્રસ્તુત કરીને સોનાટા એની બ્રાન્ડની સફરને નવી ઊંચાઈએ લઈ જવાના રોમાંચક તબક્કામાં છે તથા યુવાન, ફેશનપ્રિય છતાં મૂલ્યને સમજતાં ગ્રાહકોને સ્ટાઇલિશ અને આકર્ષક કિંમતે વિશ્વસનિય બ્રાન્ડ પ્રસ્તુત કરે છે.
ફ્લિપકાર્ટ સાથેની પાર્ટનરશિપ અમારા માટે સતત ગતિશીલ અને મલ્ટિ-કેટેગરી વાતાવરણમાં પ્રવેશ કરવાની તક આપશે, જેમાં અમને ટ્રેન્ડ ઇચ્છતાં, ડિજિટલ ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ મળશે. અમને ઇ-કોમર્સમાં અગ્રણી અને ગ્રાહકોને વિશિષ્ટ મૂલ્ય પ્રદાન કરવાનો સફળ ટ્રેક રેકોર્ડ ધરાવતી ફ્લિપકાર્ટ સાથે જોડાણ કરવાની ખુશી છે.”
જ્યારે સમગ્ર દુનિયામાં ડિજિટલ માધ્યમોનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે ‘એપિક બાય સોનાટા’ નવી પેઢીના ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરશે. તેઓ તેમની મનપસંદ બ્રાન્ડની જાણકારી આપવા સોશિયલ નેટવર્ક્સ પર નિર્ભર છે અને ટેક સેવ્વી છે, જેમની ‘વિશલિસ્ટ’ આઇટમની યાદી લાંબી છે.
ફેશનમાં રસ ધરાવવાની સાથે મૂલ્ય સમજતા આધુનિક, ડિજિટલ સેવ્વી ગ્રાહકોનો વર્ગ વધી રહ્યો છે. આ સ્થિતિસંજોગોમાં ફ્લિપકાર્ટ સાથે પાર્ટનરશિપમાં ‘એપિક બાય સોનાટા’ મેટ્રો તથા મધ્યમ કદના શહેરોમાં ઉપભોક્તાની વૃદ્ધિના આગામી તબક્કામાં લીડરશિપ લેવા સજ્જ છે.
ટાઇટન કંપની સાથે પાર્ટનરશિપ વિશે ફ્લિપકાર્ટ ફેશનના વાઇસ પ્રેસિડન્ટ નિશિત ગર્ગે કહ્યું હતું કે, “અમને ‘એપિક બાય સોનાટા’ પ્રસ્તુત કરવા માટે ટાઇટન કંપની સાથે જોડાણ કરવાની ખુશી છે, કારણ કે અમારું માનવું છે કે, દેશભરમાં દરેક ગ્રાહકને લેટેસ્ટ ટ્રેન્ડ્સ સુલભ થવો જોઈએ.
ભારતની સૌથી વિશ્વસનિય વોચમેકર કંપનીમાંથી લોકો સ્ટાઇલિશ વોચની મોટી રેન્જમાંથી પસંદગી કરી શકશે અને અમારી ડિલિવરીની સલામત પ્રક્રિયા દ્વાર તેમના ઘરઆંગણે અમે ડિલિવરી કરીશું. અમે અર્થપૂર્ણ જોડાણો દ્વારા ગ્રાહકની જરૂરિયાતો પૂર્ણ કરવાનું ચાલુ રાખીશું અને અમારા પાર્ટનર્સને વણખેડાયેલી સંભાવના, ખાસ કરીને વિકસતા વિસ્તારોમાં વ્યવસાય વધારવા સક્ષમ બનાવીશું.”
ફ્લિપકાર્ટ વિવિધ રીતે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક રીતે જાણીતી ફેશન બ્રાન્ડ્સની વધતી સંખ્યા સાથે જોડાણ કરીને કામ કરે છે. એમાં ઓનલાઇન માર્કેટપ્લેસ દ્વારા સમગ્ર ભારતમાં ઉપભોક્તાઓ સાથે જોડાણ કરવા તેમના માટે તકો ઓળખવી, ટેકનોલોજીની ક્ષમતાનો ઉપયોગ કરવો, તેમની બહોળી કામગીરીનો લાભ લેવો અને તેમના હાલના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા જેવી બાબતો સામેલ છે.
ટાઇટન કંપની સાથે પાર્ટનરશિપ આ વિઝનને સુસંગત છે અને એક સફરની શરૂઆત છે, જે આ સેગમેન્ટમાં વધતી જરૂરિયાતો પૂર્ણ કરશે. અત્યારે વધુને વધુ સંખ્યામાં ગ્રાહકો વાજબી કિંમત સાથે ફેશન પર ધ્યાન કેન્દ્રિત કરીને ખરીદીનો સુવિધાજનક અનુભવ લેવા ઇચ્છતાં હોવાથી બંને બ્રાન્ડ વચ્ચેનું જોડાણ લાખો ગ્રાહકોને મૂલ્ય સાથે લેટેસ્ટ ફેશનની રેન્જ કે સિલેક્શન ઓફર કરશે.
એપિક બાય સોનાટા સ્ટાઇલ પસંદ કરતા તમામ લોકો માટે વોચની વેલ્યુ-ફેશન રેન્જ પ્રસ્તુત કરે છે, જે ફ્લિપકાર્ટ પર રૂ. 499/-થી શરૂ થતી કિંમત પર ઉપલબ્ધ છે.