Western Times News

Gujarati News

ફ્લેટની બહાર શાકભાજી વેચાતો યુવાન ફ્લેટમાં રહેતી યુવાન પરણીતાનું અપહરણ કરી ગયોની આશંકા

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા: મોડાસા શહેરમાં મેઘરજ રોડ પર આવેલા લકઝુરીયસ ફ્લેટની વિશાળ શ્રેણી ધરાવતા ફ્લેટમાં રહેતી યુવાન પરણીતા ગુમ થતા ભારે ચકચાર મચી છે લકઝુરીયસ ફ્લેટ બહાર શાકભાજીનો સ્ટોલ ધરાવતા વેપારીનો યુવાન પુત્ર પરણીત મહિલાનું  અપહરણ કરી ગયો હોવાની આશંકા ફ્લેટમાં રહેતા લોકોએ વ્યક્ત કરી હતી પરણીત મહિલા ગુમ થઇ તે જ દીવસથી શાકભાજીના વેપારીનો પુત્ર જોવા નહીં મળતા લોકોની આશંકા દ્રઢ બની છે ત્યારે અરવલ્લી જીલ્લા વિશ્વ હિન્દુ પરીસદના પ્રમુખ સંજય ભાવસારે પરણીતા ગુમ થવાની ઘટનામાં લવજેહાદ કારણભૂત હોવાનું જણાવી ટાઉન પીઆઈ એન.જી.ગોહીલ અને એલસીબી પીઆઈની મુલાકાત કરી ત્રણ દિવસથી ગુમ પરણીત મહિલાને ઝડપથી શોધી કાઢવામાં આવેની માંગ કરી હતી

સૌરાષ્ટ્ર બાજુથી એક નવયુવાન દંપતી મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલા લકઝુરિયસ ફ્લેટમાં ભાડે રહેતું હતું યુવાન મોડાસા શહેરમાં સીંગ-ચણાની ફેક્ટરી ધરાવે છે લકઝુરીયસ ફ્લેટ બહાર મોલ નજીક શાકભાજીની દુકાન ધરાવતા વેપારીના ત્યાંથી યુવાનની પત્ની ફોન કરી શાકભાજી મંગાવતી હતી શાકભાજીના વેપારીના પુત્ર ફ્લેટ પર શાકભાજી આપવા જતો હતો ત્યારે પરણીત યુવતીને ભોળવી પ્રેમ લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

ફ્લેટમાં રહેતી પરણીતા ગુમ થયા પછી શાકભાજીની દુકાન ધરાવતા વેપારીનો પુત્ર પણ ગાયબ થતા લોકોમાં શંકાનું કેન્દ્ર બન્યો છે ફ્લેટમાં રહેતા કેટલાક લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પરણીત મહિલાને શાકભાજીની હોમ ડીલેવરી આપવા આવતો યુવાન ભગાડી ગયો હોવાની શંકા છે

છેલ્લા ત્રણ દિવસથી અન્ય જીલ્લાની અને ફ્લેટમાં રહેતી યુવાન પરણીતા રહસ્યમય રીતે ગુમ થતા અરવલ્લી જીલ્લા વિશ્વ હિન્દુ પરિસદના પ્રમુખ સંજય ભાવસાર યુવકની ગુમ થયેલી પત્નીને શોધવા મદદરૂપ બની રહ્યા હોવાની સાથે પરણીતા ગુમ થતા લવ જેહાદની આશંકા પેદા થતા ટાઉન પીઆઈ અને એલસીબી પીઆઈને રૂબરૂ મળી આ અંગે રજુઆત કરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.